યામી ગૌતમની ‘ધૂમ ધામ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું

મુંબઈ, જાણીતી અભિનેત્રી યામી ગૌતમની આગામી ફિલ્મ ‘ધૂમ ધામ’ રિલીઝ થવા માટે તૈયાર છે. તે પહેલા આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
ટ્રેલરમાં યામી ગૌતમ બ્રાઈડલ લુકમાં જોવા મળી રહી છે. તેની દમદાર એક્શન અને પ્રતીક ગાંધી સાથેની તેમની કેમિસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.ટ્રેલરની શરૂઆત કપલના લગ્નની પહેલી રાતથી થાય છે જે શરૂ થતા પહેલા જ સમાપ્ત થઈ જાય છે.
બે ગુંડાઓ તેમનો દરવાજો ખખડાવે છે અને પછી નવપરિણીત કન્યા કોયલ એટલે કે યામી ગૌતમ હવામાં ફાયરિંગ કરે છે. ત્યાર પછી ગુંડાઓ અને કપલ વચ્ચે મારામારી થાય છે. વરરાજા વીર (પ્રતીક ગાંધી) તેની પત્નીનું આ રૂપ જોઈને ચોંકી જાય છે.યામી ગૌતમે ફિલ્મ વિશે કહ્યું હતું કે ‘કોયલ સામાન્ય દુલ્હનની જેમ સ્ટીરિયોટાઇપ નથી. મને ખાતરી છે કે આજે ઘણી છોકરીઓ તેની સાથે રીલેટ કરશે.
મને ‘ધૂમ ધામ’ માટે આ રોલ ભજવવાની મજા આવી. જ્યારે પ્રતીક ગાંધીએ કહ્યું હતું કે વીરનું પાત્ર ભજવવું મારા માટે નવો અનુભવ હતો. મને આ ભૂમિકા ભજવવી ગમી હતી, કારણ કે તે સામાન્ય હીરો નથી – તે વિશ્વાસપાત્ર, સંવેદનશીલ અને ખરાબ સંજોગોમાં પણ ટકી રહે છે.SS1MS