એક સ્ટેશન ચૂકી જતા ટ્રેન મુસાફરોને લેવા માટે 1 કિ.મી પરત ફરી

કોચી, ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના અંતમાં પિતા ચૌધરી બલદેવ સિંહ આખરે માની જાય છે અને દીકરી સિમરનને તેના પ્રેમી રાજ સાથે જવાની મંજૂરી આપે છે. The train returned 1 km to pick up passengers
આ સીન રેલવે સ્ટેશન પર શૂટ થયો હતો. જાે ફિલ્મમાં રાજ અને સિમરનને કેરળમાં વેનાડ એક્સપ્રેસની રાહ જાેતા દેખાડવામાં આવ્યા હોય તો ક્લાઈમેક્સ કંઈક અલગ જ હોત અને કહાણી પાટા પરથી ઉતરી ગઈ હોત. ૧૯૯૫માં આ બ્લોકબસ્ટર આઈકોનિક સીનથી તદ્દન વિપરીત ઘટના રવિવારે બની હતી, જ્યાં ટ્રેન એક સ્ટેશન ચૂકી ગઈ હતી અને મુસાફરો તેમજ રેલવે અધિકારીઓના આશ્ચર્યની વચ્ચે એક કિ.મી રિવર્સ પરત ફરી હતી.
અલાપ્પુઝાના ચેરિયાનાડ સ્ટેશન પર રાહ જાેઈ રહેલા મુસાફરોમાં રાજ અને સિમરન જેવા કોઈ ભાગી ગયેલા પ્રેમીઓ હતા કે નહીં તે જાણી શકાયું નથી, પરંતુ ટ્રેન જે રીતે રિવર્સમાં પરત ફરી તે કોઈ ફિલ્મના ડ્રામેટિક સીન કરતાં ઓછું નહોતું. આ દ્રશ્ય સવારે ૭.૪૫ વાગ્યાની આસપાસ સર્જાયું હતું જ્યારે તિરુવનંતપુરમથી ૧૬૩૦૨ વેનાડ એક્સપ્રેસ મોટા માવેલિકારા અને ગન્નુર સ્ટેશનો વચ્ચેના ‘ડી-ગ્રેડ સ્ટેશન’ ચેરિયાનાડ પાસે પહોંચી હતી.
ચેરિયાનાડ માત્ર એક હોલ્ટ સ્ટેશન હોવાથી ત્યાં કોઈ સિગ્નલ નથી. સિગ્નલ ફક્ત બ્લોક (મોટા) સ્ટેશનો પર જ ઉપલબ્ધ છે. કદાચ લોકો પાયલોટ (ડ્રાઈવરો) દ્વારા કોઈ ભૂલ થઈ હશે. જ્યારે ટ્રેન કેટલાક મીટર આગળ ગઈ ત્યારે તેમના ધ્યાનમાં આ વાત આવી હશે’, તેમ એક રેલ અધિકારીએ જણાવ્યું હતું.
ટ્રેનને એક ઝટકા સાથે સ્ટોપ પર રોકી શકાતી નથી અને જ્યાં સુધી તે અટકે છે ત્યાં સુધીમાં થોડા મીટર આગળ નીકળી જાય છે. વેનાડ એક્સપ્રેસ થોડા અંતર દૂર ગઈ હતી અને તેથી તેને સ્ટેશન સુધી લગભગ ૭૦૦ મીટર પાછા આવવું પડ્યું હતું. શિડ્યૂલમાં લગભગ આઠ મિનિટ જેટલું મોડું થયું હતું પરંતુ ડ્રાઈવરોએ બાદમાં તેને પૂરું કર્યું હતું’, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.
મુસાફરોને કોઈ પ્રકારની અગવડતાનો સામનો કરવો ન પડ્યો હોવાથી જે કંઈ ઘટના બની તે મોટી ન હોવાનું રેલવેના સૂત્રોએ ગણાવ્યું હતું. રવિવાર હોવાથી ખૂબ ઓછા મુસાફરો હતો તેમજ પેસેન્જર્સ અસોસિએશને જણાવ્યું હતું. ‘ટ્રેન રોકાયા વિના જતી રહી હોવાથી મુસાફરોમાં થોડી મૂંઝવણ હતી પરંતુ આ એક નાની ઘટના હતી’, તેમ ઓલ કેરળ રેલવે પેસેન્જર્સ અસોસિએશનના પ્રમુખ પૌલ માનવટ્ટોમે જણાવ્યું હતું. જાે કે, એક રેલવે અધિકારીએ કહ્યું હતું કે, આ માટે લોક પાયલોટ પાસેથી સ્પષ્ટતા માગવામાં આવશે.SS1MS