કોંગ્રેસની પરિવર્તન યાત્રાનું ખેડબ્રહ્મામાં સ્વાગત કરાયું
(પ્રતિનિધિ) ખેડબ્ર્હમા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અંબાજી થી ઉમરગામ જતી પરિવર્તન યાત્રા ગઈ તારીખ ૨૨- ૯ -૨૨ ના રોજ ખેડબ્રહ્મા શહેરમાં પ્રવેશતા પ્રથમ કોંગ્રેસ સમિતિના કાર્યકરો ઇન્દ્રસિંહ તથા હરપાલસિંહ ચુડાસમાએ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે જઈ દર્શન કરી ત્યાંથી લક્ષ્મીપુરા ચાર રસ્તા આવી ડોક્ટર આંબેડકરજીની પ્રતિમાને હાર પહેરાવી સરદાર ચોકમાં આવતા ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો ભવરસિંહ ચંદાવત પ્રવિણસિંહ સોલંકી ગોપાલભાઈ રાવલ પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ નરેશભાઈ પરમાર ગોવિંદભાઈ પરમાર તથા અનિલ વણઝારા વિગેરે એ આ યાત્રા નું સ્વાગત કર્યું હતું.