Western Times News

Gujarati News

નવરાત્રીમાં પ્રાઇવેટ ડિટેકટિવ હાયર કરવાનો ટ્રેન્ડ વધ્યો

નવરાત્રીમાં યુવક યુવતીઓના ૮૦% લફરાં પકડાય છે

માતા પિતા પોતાના સંતાનોની કે પતિ પત્ની એકબીજાની જાસૂસી કરવા માટે પ્રાઇવેટ ડિટેકટિવ હાયર કરે છે

અમદાવાદ, નવરાત્રીને લઈ ગરબે ઘુમવા ખેલૈયા સજ્જ થઈ ગયા છે. ત્યારે ગરબે ઘુમવા જતા ખેલૈયાઓનો પીછો કરી તેમની જાસૂસી કરવાનો ટ્રેન્ડ પણ આજ કાલ વધી રહ્યો છે. તે પછી માતા પિતા પોતાના સંતાનોની કે પતિ પત્ની એકબીજાની જાસૂસી કરવા માટે પ્રાઇવેટ ડિટેકટિવ હાયર કરે છે.

જાસુસી કરતા પ્રાઇવેટ ડિટેકટિવના મતે જાસૂસીના ૮૦ ટકા કિસ્સાઓમાં યુવક યુવતીઓના લફરાં સામે આવે છે.
નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં થનગનાટ જાેવા મળે છે. કોરોનાના બે વર્ષ બાદ આ વખતે ખેલૈયાઓમાં ઉત્સાહ પણ વધુ જાેવા મળી રહ્યો છે.

ખાસ કરીને નવરાત્રીમાં પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જતા યુવક યુવતીઓની ગરબે ઘુમતા ઘુમતા નજર મળી જતી હોય છે. ત્યારે પોતાનું સંતાન ગરબે રમવા જતા આડે પટે તો નથી ચઢી જતું ને તેને લઈ સંતાનો પર ધ્યાન રાખવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ઘણા કિસ્સાઓમાં માતા પિતા ખુદ પોતાના સંતાનોનો પીછો કરી જાસુસી કરતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રાઇવેટ ડિટેકટિવ હાયર કરવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે.

બીજીતરફ નવરાત્રી આવતા પ્રાઇવેટ ડિટેકટિવ પણ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતા હોય છે. ત્યારે આ અંગે ૨૫ વર્ષથી પ્રાઇવેટ ડિટેકટિવ તરીકે જાસુસી કરતા રિટાયર્ડ આર્મી ઓફિસર લલિત રાવલ જણાવે છે કે, નવરાત્રીમાં જાસૂસીના ૮૦ ટકા કિસ્સાઓમાં યુવક યુવતીઓના લફરાં સામે આવે છે.

નવરાત્રીમાં એક નાઈટ માટે જાસુસીનો ચાર્જ ૨૫થી ૩૦ હજાર વસુલ કરવામાં આવે છે. પુરી નવરાત્રી દરમિયાન પણ આ પ્રકારે અમારી ટીમ જાસૂસી કરે છે.તેમણે વધુમાં જણાવ્યુ કે, નવરાત્રીમાં માતા પિતા તો પોતાના સંતાનોની જાસુસી કરાવે જ છે સાથે પતિ પત્ની પણ એક બીજાની જાસૂસી કરાવતા હોય છે.

તેવી જ રીતે યુવક યુવતીઓની સગાઈ થઈ હોય તો તેઓની પણ જાસુસી કરવામાં આવતી હોય છે. જેથી પોતે પસંદ કરેલું પાત્રનો પેચ ક્યાંય બીજે તો ફસાયો નથી ને. માત્ર અમદાવાદ જ નહીં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ક્લાયન્ટ જાસુસીની ડિમાન્ડ કરે છે. આવી ડિમાન્ડ આવતા જે તે પાત્રની જાસુસી કરી તેના વીડિયો અને પુરાવા ક્લાયન્ટને આપી દેવાના હોય છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.