ગુજરાતમાં આ સ્થળે છે ત્રિ-લીંગધારી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ !!
અહીંયા મંદીરની વિશેષતા એ છે કે ત્રીલિંગ ધરાવે છે એમ કહેવાય છે, કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે અને સ્વયંમભું ત્રીલિંગ જમીનમાંથી નીકળેલાંની લોકવાયકા રહેલી છે.
શિણોલ પાસે માઝૂમ કાંઠે પૌરાણિક શિવ મંદિરે બિરાજતા ત્રિ-લીંગધારી કાલંજર મહાદેવ
(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિણોલ પાસે મહાદેવપૂરા ગામમાં માજુમ નદી અને ખારવા નદીના સંગમ ઉપર પૌરાણિક કાલંજર મહાદેવ શિવ મંદિર આવેલું છે!
કાલંજર મહાદેવ વિશે પુરાણોમાં પણ ઉલ્લેખ જાેવા મળે છે અહીંયા મંદીરની વિશેષતા એ છે કે ત્રીલિંગ ધરાવે છે એમ કહેવાય છે, કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે અને સ્વયંમભું ત્રીલિંગ જમીનમાંથી નીકળેલાંની લોકવાયકા રહેલી છે.
કાલંજર મહાદેવ અતિ રમણીય નયનરમ્ય અને અલૌકિક આનંદની અનુભૂતિ કરાવતું સંગમ સ્થળ છે.અહીંયા બાજુમાં બે નદીઓ આવેલી છે તેના સંગમ ઉપર હોવાથી તેનું અતિ મહત્વ રહેલું છે આપણે અતિતના ઇતિહાસમાં નજર કરીએ તો પૌરાણિક શિવ મંદિરો હંમેશા નદીઓ કે દરિયાના કિનારે રહ્યા છે.
પૌરાણિક શિવ મંદિર કાલંજર મહાદેવની પૂજા વિધિ પૂરી આસ્થા અને નિષ્ઠા સાથે વિસ્તારના લોકો વર્ષોથી કરે છે અને સાથે સાથે આજુબાજુના બાર ગામોનું આ અતિ મહત્વનું શિવ મંદિર આવેલું છે.આજુબાજુના ગામોમાંથી અઢારે વરણના લોકો ખુબ જ આસ્થા સાથે પુજંન કરે છે અને શ્રદ્ધા થી દાદાના દર્શને આવે છે
અને અહીંયા શિવ મંદિરનું એટલું બધું મહત્વ છે કે આજુબાજુના દરેક ગામના લોકો દર્શને આવે છે અને શિવરાત્રી ઉપર અહીંયા હજારો લોકો દર્શન કરવા આવે છે અને આસ્થા સાથે માથું દાદા પાસે ટેકવે છે જ્યારે શિવરાત્રિ અને જન્માષ્ટમી ના દિવસે અહીંયા મોટો મેળો ભરાય છે અને આજુબાજુના અનેક ગામોમાંથી શિવ ભક્તો ઉમટી પડે છે ત્યારે અહીંનું વાતવરણ શિવમય બની જાય છે.
પૌરાણિક શિવ મંદિર કાલંજર મહાદેવ મંદિરની સ્થાપના ક્યારેય થઈ તે વિશે હજી સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી પરંતુ શિવ મંદિર જાેતા ખુબ જ જૂનું હોય તેવું લાગે છે મંદિરના પત્થરો અને તેનું બાંધકામ શૈલી આ મંદિરની પ્રાચીનકાળનું હોવાની ગવાહી પૂરે છે.
અને ત્રી શિવલિંગ પણ અલગ જ દેખાય છે તેવા શિવલીંગ અહીંયાના વિસ્તારમાં ક્યાંય જાેવા મળતા નથી એટલે કાલંજર મહાદેવ ખુબ જ પ્રાચીન અને પૌરાણિક છે. સમય કાઢી અને શિવજીને મળવા આવજાે તમારી સર્વ મનોકામના પૂર્ણ થશે .