Western Times News

Gujarati News

વડીલોને ટાર્ગેટ કરી ચોરી કરતી ત્રિપુટી ઝડપાઇ

અમદાવાદ, બે મહિનાથી અમદાવાદમાં સવારના સુમારે રિક્ષાની રાહ જોઇ રહેલા વડીલો જ્યારે રિક્ષામાં પોતાની ગંતવ્ય સ્થાને પહોંચે ત્યારે તેમના દાગીના કે વસ્તુ ચોરાઇ જતી હોવાની ફરિયાદો વધી હતી. ક્રાઇમ બ્રાંચે આ બાબતેને ગંભીરતાથી લઇને માત્ર વડીલોને ટાર્ગેટ કરતી એક મહિલા સહિતની ત્રિપુટીને ઝડપી લીધી છે.

આ ત્રિપુટી રિક્ષાની નંબર પ્લેટ કાઢીને સવારે જ માત્ર સિનિયર સિટીઝનને રિક્ષામાં બેસાડતી અને તેમના દાગીના ચોરી લેતી હતી. વડીલોને વિશ્વાસ બેસે માટે પાછળની સીટમાં એક મહિલા અને પુરુષ મુસાફર સ્વાંગમાં જ બેઠા હોય.

વડીલ રિક્ષામાં બેસે કે મહિલા કારીગરી કરી લેતી. ક્રાઇમ બ્રાંચે આ ત્રિપુટીને ઝડપીને કુલ ૯ ગુનાના ભેદ ઉકેલ્યા છે. સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતી ગેંગની ફરિયાદોને લઇને ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેક્ટર જે.કે. મકવાણાની ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ચોક્કસ રિક્ષામાં જ આવી ઘટના બનતી હોવાનું જણાતા પોલીસે તલાશ આદરી.

પોલીસે સંખ્યાબંધ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં આ રિક્ષા ગીતામંદિર, મજૂર ગામ પાસેથી પકડાઇ. પોલીસે રિક્ષામાંથી સલમાનખાન, આશા અને વિક્રમને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે સોનાના દાગીના પણ કબજે લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં આ ત્રિપુટીએ એવી કબૂલાત કરી હતી કે તેઓ મહેમદાવાદથી રિક્ષા લઇને વહેલી સવારે અમદાવાદ આવી જતા હતા.

ઓછી અવરજવરવાળા વિસ્તારમાં તેઓ સવારે એકલ-દોકલ સિનિયર સિટીઝન મુસાફરને રિક્ષામાં બેસાડતા હતા. તેમને જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચડતી વખતે પાછળની સીટમાં બેસેલા વિક્રમ અને આશા પૈકી આશા વડીલોના દાગીના કાપી લેતી અથવા તેમની બેગમાંથી ચોરી કરી લેતી હતી. ક્રાઇમ બ્રાંચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે આ ત્રિપુટીની પૂછપરછમાં ૯ ગુનાના ભેદ ઉકેલાયા છે. અગાઉ પણ તેઓ જુદા જુદા ગુનામાં પોલીસના હાથે ઝડપાયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.