82 લાખનો માલ લઈ ટ્ર્કચાલક છૂમંતર થઈ ગયો
નાસિક જવા દરેડથી માલ ભરીને નીકળેલ ટ્ર્ક કામરેજ પાસેથી ખાલી રેઢો મળ્યો
જામનગર, જામનગરમાં પુષ્કરધામ સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટની પેઢીમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા તુષાર કિશોરભાઈ ગાગીયાએ ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના ટ્રકચાલક સામે રૂ.૮ર,રપ,૭૮૦ની કિમતનો તૈયાર બ્રાસપોર્ટસનો માલસામાન બારોબાર ઉતારી લઈ છેતરપીડીની વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ નોધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ તુષાર ગાગીયાની કંપનીને જામનગરની મહારાષ્ટ્ર સિનર નાસીક વિસ્તારમાં આવેલ એક પેઢીમાં બ્રાસપોર્ટસનો તૈયાર માલ સામાન મોકલવામાં માટેનો ઓર્ડર મળ્યો હતો. અને દરેડમાં આવેલી ટોપ મેન્યુફેકચરીગ કંપનીમાંથી રૂ.૮ર,રપ,૭૮૦ની કિમતનો તૈયાર માલસામાન રવાના કરવાના હતો.
જે ઓર્ડર મુજબ તુષાર ગાગીયા દ્વારા જામનગરના ટ્રકચાલક ધર્મેન્દ્રસિંહ ઝાલાનો સંપર્ક કરવામાં આવ્યોહતો. અને આશાપુરા રોડવેઝ કંપની મારફતે જીજે-૧૦ ટીવાય-૭૭૪૩ નંબરના ટ્રકમાં ૧૦ ટન જેટલો માલસામાન ભરીને રવાના કરવામાં આવ્યો હતો.
જેમાં ૩૧૦ નંગ દાગીનાઓ હતા. આ માલસામાનની કિ.રૂ.૮ર,રપ,૭૮૦ થવા જાય છે. જે જથ્થો ટ્રકમાં ભરીને જામનગરથી ટ્રક ચાલક નીકળ્યા પછી નાસીકના નિર્ધારીત સ્થળે પહોચ્યા ન હતો અને તપાસ દરમ્યાન ટ્રકચાલક બ્રાસપોર્ટસને માલ અન્ય ઉતારી લઈ ફરીયાદી તથા સાહેદ સાથે છેતરપિડી કરી હતી. ત્યયારબાદ તેનો ખાલી ટ્રક કામરેજ પાસેથી બિનવારસુ હાલતમાં મળી આવ્યોહતો. પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોધી અને રેઢો પડેલો ટ્રક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.