કાલાવાડ રોડ પર ટ્રકચાલકે કાબૂ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/Kalawad.jpg)
રાજકોટ, શહેરના કાલાવાડ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં લોખંડ ભરેલો ટ્રક હાઇવે પરદ્ઘ પલટી મારી ગયો હતો. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટના કાલાવાડ રોડ પર સવારના પોણા આઠ વાગ્યાની આસપાસ પંજાબ દા ઢાબા પાસે એક ટ્રક પલટી મારી ગયો હતો અને ત્યારે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રક પલટી મારતા ટ્રાફિક જામ સર્જાયો હતો.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસે બંને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા હતા અને ત્યારબાદ ટ્રાફિક પણ ક્લિયર કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં રાજકોટના કાલાવડ રોડ પર ફોર્ચ્યુનર કારચાલકે ટુ-વ્હીલરચાલકને અડફેટે લીધો હતો. જેમાં ત્રણ બહેનના એકના એક ભાઈનું મોત નીપજ્યું હતું. આ યુવાનના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી તેની કંકોત્રી આપવા જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો અને તેનું મોત થયું હતું.SS1MS