ટ્રમ્પ સરકાર અમેરિકામાં આવકવેરો નાબૂદ કરીને ટેરિફમાં વધારો કરે તેવી શક્યતા
ફ્લોરિડા, અમેરિકાના ૪૭મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક મોટો નિર્ણય લઈ શકે છે. એવું કહેવાય છે કે તેઓ દેશમાં આવકવેરો નાબૂદ કરવાનો આગ્રહ રાખી રહ્યા છે.
જોકે, આ અંગે કોઈ સત્તાવાર આદેશ આપવામાં આવ્યો નથી. ટ્રમ્પ કહે છે કે આવકવેરો નાબૂદ કરીને, ટેરિફને પ્રોત્સાહન આપી શકાય છે જેથી આપણે આપણા નાગરિકોને બદલે અન્ય દેશોમાંથી આવક મેળવી શકીએ.સોમવારે, ટ્રમ્પે અમેરિકન નાગરિકોની ડિસ્પોઝેબલ ઇન્કમ વધારવા માટે આવકવેરો નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે કર અને અન્ય સામાજિક સુરક્ષા ખર્ચ ચૂકવ્યા પછી બચેલી આવક. અમેરિકી રાષ્ટ્રપતિ કહે છે કે આ પગલાથી આપણે એ સિસ્ટમ પાછી લાવીશું જેના કારણે ‘અમેરિકા ધનવાન’ બન્યું હતું. તેમણે ફરી એકવાર આવકવેરાને નાબૂદ કરવા માટે આયાત જકાતની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યાે છે.
તેમણે કહ્યું હતું કે અમેરિકાને એવી વ્યવસ્થામાં પાછા ફરવાનો સમય આવી ગયો છે જેણે આપણને વધુ સમૃદ્ધ અને શક્તિશાળી બનાવ્યા હતા… વિદેશી રાષ્ટ્રોને સમૃદ્ધ બનાવવા માટે આપણા નાગરિકો પર કર લાદવાને બદલે, આપણે આપણા નાગરિકોને સમૃદ્ધ બનાવવા માટે વિદેશી રાષ્ટ્રો પર કર લાદવો જોઈએ.
તેમણે કહ્યું હતું કે ૧૮૭૦ થી ૧૯૧૩ દરમિયાન અમેરિકાના ઇતિહાસમાં આ દેશ સૌથી ધનિક હતો. તે સમયે ટેરિફ આધારિત અર્થતંત્ર કાર્યરત હતું.ટ્રમ્પ ટેક્સ ઘટાડાની હિમાયત કરી રહ્યા છે. આ સાથે, આયાત ડ્યુટી દ્વારા મહેસૂલમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવાની વાત પણ ચાલી રહી છે. આ માટે અમે એક્સટર્નલ રેવન્યુ સર્વિસની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ.SS1MS