પબજી રમવાની પિતાએ ના પાડતાં બે દીકરા ઘરેથી નાસી ગયા

જામનગર, જામનગર જીલ્લાના જામજાેધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં સતત પબજી રમતા બે દીકરાને પિતાએ ગેમ રમવાની ના પાડી તો બંને ઘર મુકીને ભાગી ગયા. મુળ મહારાષ્ટ્રના વતની મરાઠી પરીવારના ૧પ વર્ષ અને ૧૩ વર્ષના બે ભાઈઓ લાપતા બની જતાં આખરે જામજાેધપુર પોલીસમાં ફરીયાદ નોધાવાઈ છે.
આ મામલે પોલીસ દ્વારા કોઈ અજાણ્યા શખ્સો સામે અપહરણ અંગેનો ગુનો નોધ્યો છે. આ બનાવની વિગત એવી છે કે મુળ મહારાષ્ટ્રના ધુળે જીલ્લાના રોહીણી ગામના વતની અને હાલ જામજાેધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં ઈશ્વરભાઈ ભાણજીભાઈ નામના ખેડૂતની વાડીમાં રહીને
ખેત મજુરી કામ કરેલા મોતીરામ સીલદાર પાવરા નામના ૩પ વર્ષના મહારાષ્ટ્રના વતની શ્રમીક યુવાને પોતાના બે પુત્રો કે જેઓ ગત તા.૧ર-૯-ર૦ર૩ ના દિવસ પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગયા હતા. આ અંગેની જાણ જાેમજાેધપુર પોલીસ મથકમાં કરી હતી. જજેના અનુસંધાને જમજાેધપુર પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણ અંગેનો ગુનો નોધ્યો છે.
બંને બાળકોની શોધખોળ હાથ ધરી છે. પોલીસની પ્રાથમીકી પુછપરછ દરમ્યાન બંને બાળકળો ખેતી કામ કરતા હોવાનું અને પોતાના મોબાઈલ ફોનમાં પબજી ગેમ રરમતા હોવાથી તેના પિતાએ બંનેના મોબાઈલ છીનવી લઈ ગેમ રમવા અંગે ઠપકો આપ્યો હતો.ો જેથી બંનેને મનમાં લાગી આવ્યું હતું અને ઘર છોડીને ચાલ્યા ગયા હતા.