વ્યાજખોરે ૩ લાખની સામે પાંચ લાખના ચેક લખાવી ધમકી આપી
ફરિયાદીની પત્નિના નામનો અસલ દસ્તાવેજ પણ લઈ લેતા ફરીયાદ
મોરબી, મોરબીના પંચાસર રોડ પર જનતા ટાઈલ્સ નજીક રહેતા જયંતીલાલ મીઠાભાઈ પરમારે મોરબીએ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોધાવી છે. કે જયંતીભાઈને લાતી પ્લોટ સત્યમ શિવમ હોલની પાછળ જનતા હાઈડ્રો મીકેનીકલથી અલગ અલગ મશીનરી બનાવાવનું કારખાનું છે.
આશરે બે વર્ષ પહેલા જયંતીભાઈએ ધંધામાં રૂપિયાની જરૂર પડતા રવીભાઈ રાજુભાઈ જીલરીયા રહે. કંડલા બાયપાસ આનંદનગર મોરબીવાળા પાસેથી ર,૦૦,૦૦૦ લીધેલ હતા. જેનું દર મહીને ૬ ટકા લેખે વ્યાજ ચુકવતા હોય અને એચડીએફસી બેકનો ચેક લખાવી લીધેલ હોય તો રવી જીલરીયા દર મહીને ૩૦,૦૦૦ વ્યાજના લેતો હતો.
જયંતીભાઈને ફરી એકવાર રૂપિયાની જરૂર પડતા ૩,૦૦,૦૦૦ વ્યાજે લીધેલ હતા અને થોડા મહીના બાદ રૂપિયા ૪૪,૦૦૦ અને ૩ લાખનું વ્યાજ ૧પ૦૦૦ એમ કુલ રૂ.૬૦,૦૦૦ દર મહીને જીલરીયા વ્યાજ લેતો હતો. ગત નવરાત્રીના જયંતીભાઈ પાસેથી રવીએ યશબેકના ૩ લાખનો ચેક લીધેલ હતો અને જયંતીભાઈના પત્નીના નામનો દસ્તાવેજ અસલ પણ તે લઈ ગયો હતો.
અને જયંતીભાઈ નીયમીત દર મહીને ૬૦,૦૦૦ ચુકવાતા હતા. ગત તા.૮-૧રના રોજ જયંતીભાઈના કારખાને જઈને રવીએ મુદલ આપવી પડશે કહીને બે ચેક પ લાખના લખાવી લઈ ગયો હોય મારી નાખવાની ધમકી આપી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હોવાની ફરીયાદ નોધાવી છે.