ત્રિપુટીએ કમાણીનો કીમિયો બનાવી 21 લોકોનું કરી નાંખ્યું
વડોદરાની ત્રિપુટી 21 લોકોનું 24 લાખનું કરી ફરાર
(પ્રતિનિધિ) ભરૂચ, રાજ્યભરમાં વ્યાજખોરો સામે પોલીસની મોહિમને જ વડોદરાની ત્રિપુટીએ કમાણીનો કીમિયો બનાવી ભરૂચમાં ૨૧ લોકો સાથે ૨૪.૪૦ લાખનું લોનકાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના સોનેરી મહેલ સ્થિત આવેલ ૭ઠ કોમ્પ્લેક્ષમાં વડોદરા ફૈંઁ રોડ ખાતે રહેતા રાજેન્દ્ર ઉર્ફે રાજીવ ચૌબે તેની પત્ની સોનમ અને પ્રતીક નરેશ ધડુકે એ-વન ફાયનાન્સની ઓફીસ ખોલી હતી. ઓફીસ બહાર બોર્ડ લગાવ્યું હતું. વ્યાજખોરોથી છુટકારો મેળવો.
જેના પમ્ફ્લેટ પણ છપાવ્યા હતા ને ફરતા કર્યા હતા.આ ત્રિપુટીના ઝાસામાં અક્ષય આવ્યો હતો. બાદમાં શાહરૂખ-સલમાન અને રજનીકાંત પણ ફસાયા હતા.જેઓએ લાખોની લોન મેળવવા લાખો ગુમાવવાનો વારો આવ્યો છે.
ભરૂચની મામલતદાર કચેરી પાસે શિવકૃપા સોસાયટીમાં રહેતા અક્ષય સોલંકી અને પત્ની શ્વેતા સેવાશ્રમ રોડ પર ટચ એન્ડ સ્ટાઇલ યુનિસેક સલૂન ચલાવે છે.જેઓને બિઝનેસ માટે ૭ લાખની લોન જાેઈતી હતી.તેમના સલૂનમાં આવતી અલ્ફીયા નામની મહિલાએ ૩૦ એપ્રિલે તેમનો ભેટો વડોદરાબી ત્રિપુટી સાથે કરાવ્યો હતો.
સલૂન ચલાવતા દંપતીને પેહલા ઓફિસે લઈ જઈ ભેજાબાજ ત્રિપુટીએ ડોક્યુમેન્ટ લઈ ૨ લાખની કન્યુમર લોનના નામે ૧.૫૦ લાખના ૨ આઈફોન લેવડાવી પોતે લઈ લીધા હતા. બાદમાં ક્રેડિટ કાર્ડ પરથી ૪૦ હજાર અને જીપે થી ૧૪,૫૦૦ મેળવી લીધા હતા. અન્ય ૫ લાખની પર્સનલ લોન માટે ધક્કા અને ફોનો બાદ સલૂન સંચાલક અક્ષય એ-વન ફાયનાન્સ પર પોહચતા ઓફિસને તાળું વાગેલું જાેવા મળ્યું હતું.
તેઓ સાથે ૨.૦૬ લાખની છેતરપિંડી થઈ હોવાનું તેમને ભાન આવ્યું હતું.જે બાદ તેઓ સાથે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે રજનીકાંત પટેલ,સલમાન પટેલ, શાહરૂખ સૈયદ સહિત ૨૧ લોકોએ પોતાની સાથે લોનના બહાને ૨૪.૪૦ લાખની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.