ડ્રેનેજ વિભાગનું વાહન નંબર પ્લેટ લગાવ્યા વિના ચલાવાતુ હોવાનું સામે આવ્યું

ખેડા, ખેડા જિલ્લામાં આવેલી ડાકોર નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. ડાકોર નગરપાલિકાના ડ્રેનેજ વિભાગનું વાહન નંબર પ્લેટ લગાવ્યા વિના ચલાવાતુ હોવાનું સામે આવ્યુ છે. રધવાણજ ટોલ પ્લાઝા પાસે આરટીઓ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન આ વાહન પકડાયું છે.
ખેડા આરટીઓ દ્વારા હાલ તમામ ટોલ પ્લાઝા પર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. આવા સમયે ડાકોર નગરપાલિકાનું એક નંબર પ્લેટ વિનાનું વાહન ઝડપાયુ છે. માહિતી મળી છે કે વર્ષ ૨૦૧૫થી ફરતા ડ્રેનેજ વિભાગના આ વાહન પર નંબર પ્લેટ નથી. જેના કારણે આરટીઓ વિભાગ દ્વારા આ વાહનને ઊભુ રાખવામાં આવ્યુ હતુ.
ખેડા જિલ્લામાં આવેલી ડાકોર નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. ડાકોર નગરપાલિકાના ડ્રેનેજ વિભાગનું વાહન નંબર પ્લેટ લગાવ્યા વિના ચલાવાતુ હોવાનું સામે આવ્યુ છે.
રધવાણજ ટોલ પ્લાઝા પાસે આરટીઓ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન આ વાહન પકડાયું છે.
શંકાસ્પદ સ્થિતિમાં પાલિકાનું વાહન અમદાવાદ લઇ જવામાં આવી રહ્યુ હતુ, ત દરમિયાન પાલિકા દ્વારા તેને રોકવામાં આવ્યુ હતુ. SS3SS