Western Times News

Gujarati News

ઈબ્રાહિમ અલી-પલક તિવારીનો વિડીયો વાયરલ થયો

મુંબઈ, ઇબ્રાહિમ અલીએ પલક તિવારીને ગળે લગાવી, ડેટિંગની અફવાઓ વચ્ચે પાર્ટીનો વિડીયો થયો વાયરલ થયોસૈફ અલી ખાન અને અમૃતા સિંહનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન અવારનવાર હેડલાઈન્સ બનાવે છે. આ સ્ટાર કિડ તેની આગામી ફિલ્મ ‘સરઝમીન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. પ્રોફેશનલ ળન્ટ સિવાય તેની પર્સનલ લાઈફની પણ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થાય છે.

૨૬ ઓક્ટોબરના રોજ અબુ જાની સંદીપ ખોસલાની દિવાળી પાર્ટીમાં હાજરી આપનાર ઈબ્રાહિમ અલી તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ પલક તિવારીને ગળે લગાવતો જોવા મળ્યો હતો. બંનેનો વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

ઈબ્રાહિમ અલી ખાને પાર્ટીમાં પ્રવેશતા પહેલા પલક તિવારીને ગેટ પર ગળે લગાવીને મુલાકાત કરી હતી. પાર્ટીમાં ઈબ્રાહિમે પલકનો પરિચય વિજય વર્મા અને તમન્ના ભાટિયા સાથે પણ કરાવ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં પલક તિવારી અબુ જાની સંદીપ ખોસલાની દિવાળી પાર્ટીના સ્થળની બહાર પોતાની કારમાંથી નીચે ઉતરતી જોઈ શકાય છે.

પલક એક મિલિયન ડોલરની સ્માઈલ ફ્લૅશ કરી અને પાપારાઝીની સામે પોઝ આપી. આ પછી અભિનેત્રી તેના રૂમર્ડ બોયફ્રેન્ડ ઇબ્રાહિમ અલી ખાનને ગળે લગાવતી જોવા મળી હતી.પલકે આ ખાસ પ્રસંગ માટે બ્રાઉન ટોપ અને બ્લુ જીન્સ પહેર્યું હતું અને તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. જ્યારે ઈબ્રાહિમ બ્લેક આઉટફિટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.

આ ક્લિપમાં ઈબ્રાહિમ પાર્ટી વેન્યુ પર કેટલાક સ્ટાર્સ સાથે પલક સાથે વાત કરતો જોવા મળે છે. ૨૭ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ ડિઝાઇનર અબુ જાની સંદીપ ખોસલાની દિવાળી પાર્ટીમાં હાજરી આપનાર હસ્તીઓમાં ઇબ્રાહિમ અલી ખાનનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં વિજય અને તમન્ના પણ હાજર રહ્યા હતા.ઈબ્રાહિમ અને પલકની વાત કરીએ તો તાજેતરમાં જ તેઓ ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે. જો કે આ રૂમર્ડ કપલે હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે તેઓ ડેટિંગ કરી રહ્યાં છે, પરંતુ તેઓ ઈવેન્ટ્‌સ, પાર્ટીઓ અને સોશિયલ મીડિયા દ્વારા સતત એવા સંકેતો આપી રહ્યા છે કે તેમની વચ્ચે પ્રેમ ખીલી રહ્યો છે.

આ વર્ષે જૂનની શરૂઆતમાં પલક તિવારી મુંબઈમાં ઈબ્રાહિમ અલી ખાનના ઘરની બહાર નીકળતી જોવા મળી હતી. પલક તિવારી શ્વેતા તિવારી અને રાજા ચૌધરીની દીકરી છે. પલકએ ૨૦૨૩માં સલમાન ખાનની ફિલ્મ ‘કીસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.