ટંકારીયાના ગૌવંશની હેરાફેરીના કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયા
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ પોલીસે છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા ટંકારીયા ગામના ગૌવંશના આરોપીની ધરપકડ કરી આમોદ કોર્ટમાંથી ત્રણ દિવસના રીમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથધરી છે.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તા.૨૨/૧૦/૨૨ ના રોજ એક છોટા હાથી ટેમ્પોમાં કતલ કરવાના ઈરાદે લઈ જવાતા ચાર વાછરડા પોલીસે પકડ્યા હતા અને પકડાયેલા આરોપીના રીમાન્ડ દરમિયાન વાડામાં કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલા બીજા ચાર વાછરડા પોલીસે કબ્જે કર્યા હતા.
જે ગુના અંગે આરોપી પકડવાનો બાકી હોય પોલીસે મહેબૂબ ઈસ્માઈલ મુસા ઉમટા.રહે.ટંકારીયા તા.જી. ભરૂચનો નાસતો ફરતો હોય જેને આમોદ પોલીસે પકડી કોર્ટમાંથી ત્રણ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા અને ગૌવંશ બાબતે વધુ પૂછપરછ હાથધરી હતી.