Western Times News

Gujarati News

ભ્રષ્ટાચાર અને પરિવારવાદ તથા ભાઈ-ભત્રીજાવાદ સામેનો જંગ બુલંદી પર લઇ જવાશે

PM addressing the Nation on the occasion of 76th Independence Day from the ramparts of Red Fort, in Delhi on August 15, 2022.

નવી દિલ્હી : વડાપ્રધાને આજે પોતાના લાલ કિલ્લા પરના પ્રવચનમાં ભ્રષ્ટાચાર તથા પરિવારવાદ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે ભ્રષ્ટાચાર ગંદકી જેવો છે અને તે દેશને ખોખલો કરી રહ્યો છે. જેઓએ દેશને લૂંટ્યો છે તેઓેએ દેશનું ધન પરત આપવું પડશે. અમારી કોશિષ એ છે કે ભ્રષ્ટાચાર અને પરિવારવાદ તથા ભાઈ-ભત્રીજાવાદ સામે અમારો જંગ બુલંદી પર લઇ જવાશે. The war against corruption and nepotism and nepotism will be taken to the heights

વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ આજે સતત 9મી વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને આ સ્વતંત્રતા દિન અનેક રીતે અનોખો બની રહ્યો હતો. આ અગાઉ યુપીએ સરકારનાં વડા તરીકે શ્રી મનમોહનસિંહે 10 વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.

વડાપ્રધાને તેમના પ્રવચનમાં ભાઈ-ભતીજાવાદ, ભ્રષ્ટાચાર અને પરિવારવાદને નિશાન બનાવ્યા હતા. અને એવું જણાવ્યું કે ભ્રષ્ટાચારનું સમર્થન કરનારા લોકો તે માટે ગૌરવ લઇ રહ્યા છે અને શ્રી મોદીએ આ માટે કોંગ્રેસ દ્વારા હાલમાં જ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા પૂછપરછ કરવામાં આવી તે સમયે દેશભરમાં દેખાવો કર્યા તેને નિશાન બનાવ્યા હતાં.

શ્રી મોદીએ 86 મીનીટ સુધી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું પરંતુ તેઓએ પોતાના સૌથી લાંબા વક્તવ્યનો રેકોર્ડ તોડ્યો નથી. 2017માં વડાપ્રધાને ફક્ત 56 મીનીટનું સંબોધન કર્યું હતું. જ્યારે 2021માં તેઓ 88 મીનીટ બોલ્યા હતા. પ્રથમ વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતા સમયે 2014માં તેઓએ 65 મીનીટનું સંબોધન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.