રશિયા અને યુક્રેનનુ વોર ખતરનાક તબક્કામાં પહોંચ્યુ

મોસ્કો, યુધ્ધને સાત મહિના થઈ ગયા છે અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને યુધ્ધ માટે રિઝર્વ સૈનિકોને ઉતારવાનુ એલાન કરી દીધુ છે. યુરોપમાં શિયાળાની શરુઆત આગામી દિવસોમાં થઈ જશે અને તેની વચ્ચે પુતિને યુક્રેનના ચાર વિસ્તારોમાં જનમત લેવાનુ નક્કી કર્યુ છે.
આ જનમતના દેખાડા બાદ પુતિન યુક્રેનના આ ચાર વિસ્તાર રશિયાના હોવાનુ એલાન કરી દેશે.અમેરિકા સહિત પશ્ચિમના દેશોએ આ જનમત સંગ્રહને ગેરકાયદે ગણાવ્યો છે તો પુતિને કહ્યુ છે કે, જાે રશિયાની જમીન પર હુમલો કરવામાં આવ્યો તો અમારી સેના દરેક પ્રકારના હથિયારનો ઉપયોગ કરશે અને એવુ મનાય છે કે, પુતિને આવુ કહીને પરમાણુ હથિયારના ઉપયોગની જ ધમકી આપી છે.
આ પહેલા રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યુ હતુ કે, રશિયાને પોતાની સીમામાં સામેલ થયેલા વિસ્તારની રક્ષા કરવાનો પૂરો અધિકાર છે અને અમેરિકન મીડિયાના કહેવા પ્રમાણે લાવરોવનો ઈશારો પરમાણુ હથિયારના ઉપયોગ તરફ હતો.
અમેરિકાએ હવે રશિયાને પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપી છે. અમેરિકન મીડિયાનુ એવુ પણ કહેવુ છે કે, પુતિનના રિઝર્વ સૈનિકોને તૈનાત કરવાના ર્નિણયની સામે રશિયાના લોકો પણ વિરોધ કરી રહ્યા છે અને ઘણા રશિયનો દેશ છોડીને જવા માંગી રહ્યા છે.
જાણકારોના કહેવા અનુસાર પુતિન હારને સહન કરી શકે તેમ નથી અને જાે પરંપરાગત યુધ્ધમાં રશિયન સેના નબળી પડી રહી હોય તેમ લાગશે તો તે પરમાણુ હથિયારોના વિકલ્પ પર પણ વિચારી શકે છે.HS1MS