આગામી ૨ થી ૩ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે

ગાંધીનગર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જેના કારણે વાદળ છવાયા છે. ભેજના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. નલિયામાં તાપમાન ૧૦.૮ ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં તાપમાન ૧૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહેતુ હોય છે.
શિયાળાની શરુઆતથી નિલાયાનુ તાપમાન સતત ગગડતુ હોય છે. પરંતુ ચાલુ વર્ષે ડિસેમ્બર પૂરો થવા આવ્યો છે તેમ છતા નલિયામાં ૯ ડીગ્રીથી નીચુ તાપમાન ગયુ નથી. છેલ્લા ૫ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં લઘુતમ તાપમાન પર નજર કરીએ તો નલિયા લઘુતમ તાપમાન ૨૦૨૨ના ડીસેમ્બર મહિનામાં ૦૪.૯ ડીગ્રી સુધી પહોચી ગયુ હતુ, ૨૦૨૧ના ડીસેમ્બર મહિનામાં ૨.૫ ડીગ્રી તાપમાન, ૨૦૨૦ના ડીસેમ્બર મહિનામાં ૩.૨ ડીગ્રી, ૨૦૧૯ના ડીસેમ્બર મહિનામાં ૩.૬ ડીગ્રી, ૨૦૧૮ના ડીસેમ્બર મહિનામાં ૪.૪ ડીગ્રી સુધી પહોચી ગયુ હતુ.
આ તરફ અમદાવાદનુ લઘુતમ તાપમાન ૨૦૨૨ના ડીસેમ્બર મહિનામાં ૧૨.૯ ડીગ્રી સુધી પહોચી ગયુ હતુ. ૨૦૨૧ના ડીસેમ્બર મહિનામાં ૧૨.૭ ડીગ્રી, ૨૦૨૦ના ડીસેમ્બર મહિનામાં ૮.૩ ડીગ્રી, ૨૦૧૯ના ડીસેમ્બર મહિનામાં ૧૦.૨ ડીગ્રી, ૨૦૧૮ના ડીસેમ્બર મહિનામાં ૮.૦ ડીગ્રી, ૨૦૧૭ના ડીસેમ્બર મહિનામાં ૧૦.૧ ડીગ્રી સુધી પહોચી ગયુ હતુ.
જાેકે ચાલુ વર્ષે ડિસેમ્બર પુરો થવા આવ્યો છે. પરંતુ ૧૨ ડીગ્રીથી નીચુ તાપમાન ગયુ નથી. એટલે કે આ વર્ષે ડિસેમ્બર મહિનામાં જેવી ઠંડી પડવી જાેઈએ તેવી ઠંડી પડી શકી નથી SS3SS