Western Times News

Gujarati News

સુપ્રસિઘ્ધ યાત્રાધામ ડાકોરમાં ઉભરાતી ગટરોના પાણી ફરી વળ્યા

(પ્રતિનિધિ) ડાકોર, યાત્રાધામ ડાકોરમાં વડાબજારમાં આવેલી મહાપ્રભુની બેઠક પાસે ગટરના ગંદા પાણી રોજ બહાર નીકળે છે તેમજ બહારગામથી આવતાં વૈષ્ણવો તેમજ સ્થાનિક રહેશો રોગચાળો ફાટી નીકળવાની દેહશથ સતાવી રહી છે તેમજ ત્યાં મહાપ્રભુની બેઠક પાસે આવેલ હોળીવાળા મહારાજના ગેટ પાસે દરરોજ ગટરના પાણી બહાર નીકળે છે તો પણ ડાકોર નગરપાલિકા ના કર્મચારીઓ ગટર સાફ કરવા આવતા નથી તેમજ નગરપાલિકા દ્વારાઆ ગટરના ગંદા પાણીનીકળવા બંધ કરાવવા માટે કોઈપણ જાતના ઠોઠ પગલાં ભરતી નથી તેમજ સ્થાનિકો દ્વારા તેમજ હોળીવાળા મહારાજ દ્વારા અવારનવાર ડાકોર નગરપાલિકાની લેખિત તેમજ ટેલીફોનિક સંપર્ક કરવામાં આવ્યો છે તો પણ ડાકોર નગરપાલિકાના સત્તાધીશો આ ગટર બાબતે કોઈપણ જાતના ગટરના ગંદાપાણી બંધ કરવામાંકોઈ રસ લેતું નથી.

ડાકોરનગરપાલિકામાં આવેલ ડુંગરાભાગોળ વિસ્તારમાં જ્યાં હરીજન વાસ છે ત્યાં પણ ગટરના પાણી ઉભરાય છે ત્યાના સ્થાનિકોએપણ વારંવાર ડાકોર નગરપાલિકાના ગટર વિભાગના ઓફિસરોનો ઓફિસરોને પણ જણાવેલ છે તેમ છતાં પણ ડાકોર નગરપાલિકાના કર્મચારીઓ આ ગટર ઉભરાતી બંધ કરવામાં તો રસ નથી પણ ડાકોર ગામમાં રોગચાળો ફાટી નીકળે તેની રાહ ડાકોર નગરપાલિકાના સત્તાધીશોરાહ જાેઈને બેઠા છે.

ડાકોર ગામમાં આવેલા ભગતજીનવિસ્તાર.દરજીની વાડી વિસ્તાર . બારઓરડા.વિસ્તાર સિપાઈ વાળોડુંગરા ભાગોળ વિસ્તાર સુરત વાળી ધર્મશાળા જ્યાં ચોવીસ કલાકગટરના ગંદા પાણી રોડ ઉપર પથરાયેલા રહે છે તે પાણીથી મચ્છરો તેમજ જીવજંતુઓનો વધારો પણ થઈ ગયો છે તેમ છતાં ડાકોર નગરપાલિકા આ ગટરના ગંદા પાણી બંધ કરવામાં નિષ્ફળ દેખાઈ રહી છે.

આ ઉભરાતા ગટરના ગંદા પાણી વિશેડુંગરા ભાગોળ વિસ્તારના અર્જુનભાઈ ને જણાવ્યા પ્રમાણે તેઓ દ્વારા ડાકોર નગરપાલિકાના ગટર વિભાગનાઅધિકારીઓને તેમના વિસ્તારમાં ઉભરાતી ગટરોના પાણી વહેલી તકેબંધ કરવા તેમજ આ તમામ વિસ્તારમાં દવાનું છંટકાવ કરવું તેમ છતાં ડાકોર નગરપાલિકાનાસત્તાધીશો ગટરની બાબતમાં બેં અને તેકાળજી રાખે છેઅને ડાકોર ગામમાં માસરા ગામને જીવી રોગચાળો ફાટી નીકળવાની તૈયારીઓ દેખાઈ રહી છે.

ગટર વિભાગના ડાકોર નગરપાલિકાના તારક ભટ્ટ સાથે વાત કરતા તેઓ જણાવી રહ્યા છે કે હોડીવાડા મહારાજ પાસેની ગટરતેમજ મહાપ્રભુ બેઠક પાસેની આવેલીગટરો પ્રાઇવેટ છે તેમજ ડાકોર નગરપાલિકા દ્વારા શક્ય હશે તો કામ કરી આપીશું હાલ ડુંગરા ભાગોળ પાસે આવેલી નવીનગરી રૂબરૂ સ્થળ તપાસ કરી આ ઉભરાતી ગટરો સાફ કરી દેવામાં આવશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.