Western Times News

Gujarati News

વ્હેલ આકારનું બેલુગા કાર્ગો પ્લેન પ્રથમ વખત ચેન્નાઈ એરપોર્ટ પર ઉતર્યું

The whale-shaped Beluga cargo plane landed at Chennai airport for the first time

વિશાળ વ્હેલ જેવા આકારનું એરબસ કંપનીનું બેલુગા કાર્ગો પ્લેન સોમવારે પ્રથમ વખત ચેન્નાઈ એરપોર્ટ પર ઉતર્યું હતું. તેને સત્તાવાર રીતે એરબસ A300-608ST (સુપર ટ્રાન્સપોર્ટર) કહેવામાં આવે છે.

તેની ડિઝાઇન બેહુગા વ્હેલ જેવી જ છે, તેથી તેનું નામ બેલુગા રાખવામાં આવ્યું છે. 11 જુલાઈના રોજ, વિશ્વના સૌથી મોટા કાર્ગો વિમાનોમાંનું એક બેલુગા ચેન્નાઈ એરપોર્ટ પર ઈંધણ ભરવા માટે ઉતર્યું હતું.

વિમાનમાં ચેન્નાઈમાં ઈંધણ ભરવાનું હતું. આ પછી પ્લેન મંગળવારે રાત્રે 1.25 કલાકે ચેન્નાઈથી સિંગાપુર માટે રવાના થયું હતું.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ ટ્વીટ કર્યું, “આ કાર્ગો ટ્રાન્સપોર્ટર વિશ્વના આ ભાગમાં એક દુર્લભ મહેમાન અને એક ચમત્કાર છે.”

એરક્રાફ્ટ એ એરબસના વાઈડ બોડી A300-600 એરક્રાફ્ટનું વર્ઝન છે અને તેનો ઉપયોગ એરક્રાફ્ટ અથવા તેના મશીનના ભાગો અથવા મોટા કાર્ગોના પરિવહન માટે થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.