પતિના લફરાંથી કંટાળીને પરિણીતાએ કરી લીધો આપઘાત

પ્રતિકાત્મક
રાજકોટ, પતિ અને પત્ની વચ્ચે સામાન્ય બાબતોમાં વિવાદ થાય એ સામાન્ય છે. ક્યારેક પતિ કે તો ક્યારેક પત્નીનું અફેર હોવાના પણ કેટલાંક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે. એ પછી પતિ કે પત્નીએ ગુનાહિત કૃત્ય આચર્યુ હોવાના કિસ્સાઓ પણ સામે આવી ચૂક્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
રાજકોટમાં રહેતી એક મહિલાએ પણ કંઈક આવું જ કર્યું હતું. રાજકોટમાં રહેતી મહિલાએ પતિના એક્સ્ટ્રા મેરિટલ અફેરથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. મહિલાએ એક સાથે સંખ્યાબંધ દવાઓ ખાઈ લીધી હતી અને આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલાં મહિલાએ સુસાઈડ નોટ પણ લખવાનો પ્રયાસ કર્યો હતો.
એ પછી એક વિડીયો પણ રેકોર્ડ કર્યો હતો અને તે વાયરલ થયો છે. આ વિડીયોમાં મહિલાએ એક મહિલા સાથે તેના પતિના આડા સંબંધો હોવાની પણ વાત કરી છે. એ પછી મહિલાએ આપઘાત કરી લીધો હતો. મહિલાના ભાઈની ફરિયાદના આધારે પોલીસે પતિ સહિત ચાર શખસો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી અલ્કા પરમાર નામની એક પરિણીતાએ એક સાથે અનેક દવાઓ ખાઈ લીધી હતી અને પછી આપઘાત કરી લીધો હતો. આત્મહત્યા કરતા પહેલાં પરિણીતાએ પોતાની દીકરીની દેખરેખ રાખવા માટે વિનંતી કરી હતી. પછી પરિણીતાએ તેના પતિના લફરાં અંગે વાત કરી હતી.