Western Times News

Gujarati News

પતિનો કાંટો કાઢવા પત્નીએ કરી પતિની હત્યા

સુરત, ડાયમંડ સિટી સુરતના ઉભરાટમાં પત્નીએ પ્રેમીના ભાઈ સાથે મળી પતિની કરેલી હત્યા મામલે સુરત ક્રાઇમબ્રાન્ચએ પ્રેમીની હરિયાણા ગુડગાવથી ધરપકડ કરી હતી. આરોપી વિનોદ મહેશ સિંગ પર ઇનામ જાહેર કરાયું હતું.

પતિનો કાંટો કાઢવા પત્ની પતિને મુંબઈથી ઉભરાટ દરિયા કિનારે ફરવાના બહાને લાવી હતી, જ્યાં ઝાડી ઝાંખરામાં લઘુશંકાના બહાને લઈ જઈ ચપ્પુ ના ઘા જીકી પતિની હત્યા કરી હીધી હતી. મુંબઈના બોઇસર ઇસ્ટમાં રહેતા અને મૂળ બિહારના વતની પ્રમોદસિંહ બીરજાસિંહ ૧૯ માર્ચ,૨૦૨૧ના દિવસે તેની પત્ની પ્રીતિ અને પુત્ર સાથે ઉભરાટના દરિયાકિનારે ફરવા ગયા હતા.

ઉભરાટથી પરત નવસારી સ્ટેશને રિક્ષામાં જતી વખતે વચ્ચે આવતી ઝાડીઓમાં પ્રમોદસિંહને લઇ જઇ ચપ્પુના ઘા ઝીંકી દઇ હત્યા કરવામાં આવી હતી.

આ પ્રકરણમાં તેની પત્ની પ્રીતિ જ મુખ્ય સૂત્રધારા નીકલી હતી. પ્રીતિને ફેસબુક ઉપર તેના વતનની નજીક બિહારના કીસાત ગામના વિનોદ મહેશ સિંગ સાથે પ્રેમ થયો હતો. તે તેને મળવા વતન પણ જતી હતી. બંનેએ ભેગા મળી પ્રમોદસિંહનો કાંટો કાઢવા કાવતરું રચ્યું હતું. મહેશ સિંહ તે વખતો લખનઉ હતો અને તેણે સુરત રહેતા તેના પિતા પિતરાઈ અનિકેત અને ચંદ્રભૂષણ ઉર્ફે બજરંગીને કામ સોંપ્યું હતું.

કાવતરા પ્રમાણે મુંબઈથી ટ્રેન આવી ત્યારે બંને ભાઈઓ રિક્ષાચાલકના સ્વાગંમાં નવસારી સ્ટેશન પાસે ઉભા રહ્યા હતા. પ્રીતિ તેમની રિક્ષામાં પતિ સાથે બેઠી હતી. રસ્તામાં પાંચ વર્ષીય પુત્રને લઘુશંકા માટે રિક્ષા રોકાવી પતિને ઝાડીમાં લઈ જઈ ત્રણેયે મળી હત્યા કરી હતી.

હત્યા કરનારી પ્રીતિ સહિત ત્રણેય પકાડાઈ ગયા હતા પરંતુ જેના પ્રેમમાં તેણે આ કાવતરું રચ્યું હતું તે મહેશસિંહ બે વર્ષથી ફરાર હતો. આરોપી હરિયાણાના ગુડગાંવના સિટીમોલમાં નોકરી કરતો હોવાની બાતમી વચ્ચે સુરત ક્રાઈમ બ્રાંચના ઈન્સ્પેક્ટર પી.વાય.ચિત્તે અને ટીમે ઝડપી લઇ નવસારી પોલીસે સોંપ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.