પત્નીએ પતિના બીજા લગ્ન કરાવ્યા અને કેન્સર મુક્ત થતાં જ રૂપ બદલ્યું
અમદાવાદ, ફિલ્મો અને સીરિયલોની કહાણીને પણ ટક્કર આપે તેવો હાઈવોલ્ટેજ ડ્રામા શહેરમાં રહેતા એક વ્યક્તિના ઘરમાં જાેવા મળ્યો હતો, પરિણામ એ આવ્યું હતું કે તેની બીજી પત્નીએ ગુજરાત માનવ અધિકાર આયોગ સમક્ષ ફરિયાદ કરી હતી. The wife remarried the husband
સમગ્ર કિસ્સાની વાત કરીએ તો, સરકારી નોકરીમાં ઊંચા હોદ્દા પર નોકરી કરી રહેલા રવિના (નામ બદલ્યું છે) લગ્ન કેટલાક વર્ષ પહેલા રેખા (નામ બદલ્યું છે) સાથે થયા હતા. બંને એકબીજા સાથે ખુશ હતા અને તેમનું લગ્નજીવન પણ સુખીથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ અચાનક એક દિવસ રેખાની તબિયત લથડી હતી અને તેને હોસ્પિટલ લઈ જવાતા કેન્સર હોવાનું નિદાન થયું હતું.
કેન્સર એટલે કેન્સલ માની લેનારી રેખાએ પોતાના મોત બાદ પતિનું શું થશે અને પોતે એકલો કેવી રીતે રહેશે તેમ વિચારીને તેને બીજા લગ્ન કરી લેવા કહ્યું હતું. શરૂઆતમાં રવિએ ઈનકાર કર્યો હતો પરંતુ પરિવારના સભ્યોએ થોડી ચર્ચા કરતાં અને સમજાવતા તેણે પોતાના જ સમાજની રીટા (નામ બદલ્યું છે) સાથે સાત ફેરા લીધા હતા. રેખા જીવનના છેલ્લા દિવસો ગણી રહી હોવાનું માની પરિવારના દરેક સભ્યો તેની ખૂબ સંભાળ રાખતા હતા અને ખુશ રાખવાનો પ્રયાસ કરતાં હતા.
બીજી તરફ રવિ અને રિટા પણ તેની શક્ય એટલી વધારે સેવા કરતાં હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું તેવામાં રિટાને ગર્ભવતી થઈ હતી અને તેણે દીકરી વૈદેહીને (નામ બદલ્યું છે) જન્મ આપ્યો હતો. બીજી તરફ રેખાની તબિયત સુધારવા લાગી હતી અને તે કેન્સર મુક્ત થઈ હતી. પોતે સ્વસ્થ થતાં જ રેખાએ રૂપ બદલ્યું હતું અને પતિ માટે રિટા સાથે ઝઘડો કરવા લાગી હતી. રેખા અને રિટા વચ્ચેના ઝઘડામાં રવિની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ હતી હતી.
મામલાને થાળે પાડવા માટે રવિએ શહેરમાં બીજુ મકાન લીધું હતું, જે બાદ રિટા અને દીકરી વૈદેહી ત્યાં રહેવા લાગ્યા હતા. રવિ અવારનવાર બંનેને મળવા જતો હતો અને તેમની સાથે સમય પસાર કરતો હતો. આમ ઘણા સમય ચાલતું રહ્યું અને વૈદેહી થોડી મોટી થતાં તેને સ્કૂલમાં એડમિશન અપાવ્યું અને વધુ શીખી શકે તે માટે ટ્યૂશન પણ રખાવ્યું. એક દિવસ વૈદેહી ટ્યૂશન ગઈ હતી પરંતુ પરત ન ફરતાં રિટાને ચિંતા થઈ આવી હતી. તપાસ કરતાં ખબર પડી કે રવિ તેને લઈ ગયો છે.
તેણે રવિનો સંપર્ક કરવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ તે તમામ નિષ્ફળ ગયા. જ્યારે ઘરે પહોંચી તો રેખા પણ ગાયબ હતી. રિટા તરત જ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી પરંતુ દીકરી પિતા સાથે તો ગઈ છે તેમ કહીને ફરિયાદ નોંધી નહીં. લાચાર રિટાએ છેલ્લે ગુજરાત માનવ અધિકાર આયોગની મદદ લીધી. રવિ અને રેખાની હજી સુધી કોણ ભાળ મળી નથી. વૈદેહી સહિત ત્રણેયની શોધ ચાલી રહી છે.SS1MS