લોસ એન્જેલસની ઉત્તરે આવેલાં જંગલોમાં ૧૪ ટકા આગ પર કાબૂ મેળવાયો
કાસ્ટેક, લોસ એન્જેલસના ઉત્તરે આવેલા પહાડી વિસ્તારના જંગલોમાં ફાટી નીકળેલી આગથી વ્યાપક નુકસાન થયું છે. સત્તાવાળાએ ૫૦,૦૦૦થી વધુ લોકોને ઘર ખાલી કરવાનો આદેશ કે ચેતવણી આપ્યા છે. બુધવારે સવારે ‘હ્યુજિસ ફાયર’ ફાટી નીકળ્યું હતું અને એક દિવસથી પણ ઓછા સમયમાં તેણે ૪૧ ચોરસ કિમી. જમીનમાં આવેલા વૃક્ષોને નુકસાન પહોંચાડ્યું હતું.
જોકે, રાહતની વાત એ હતી કે, આગ લાગી ત્યારે પવનની ગતિ બહુ ઝડપી ન હતી. તેને લીધે ફાયરબ્રિગેડ વિભાગ વિમાનમાંથી મોટા પાયે અગ્નિશામક કેમિકલ્સ છાંટી શક્યો હતો. ઉલ્લેખનાય છે કે, હજુ ઇટોન અને પેલિસેડ્સની આગળ સતત ત્રીજા સપ્તાહે પણ ચાલુ છે.
લોસ એન્જેલસ કાઉન્ટીના ફાયરબ્રિગેડ વડા એંથની મેરોને બુધવારે જણાવ્યું હતું કે, “આપણે અત્યારે જે સ્થિતિમાં છીએ તે ૧૬ દિવસ પહેલાંના સમય કરતાં બહુ જુદી છે.” દરમિયાન લોસ એન્જેલસ અને વેન્ચુરા કાઉન્ટીમાં શુક્રવારે સવારે ૧૦ વાગ્યા સુધી ‘રેડ ફ્લેગ’ વો‹નગ લંબાવાઇ છે. બુધવારે રાત સુધીમાં લગભગ ૧૪ ટકા ‘હ્યુજિસ ફાયર’ ટ્ઠડપર કાબૂ મેળવી લેવાયો હતો.SS1MS