Western Times News

Gujarati News

મહિલા બાપનો રસ્તો હોય એમ ગાડીના બોનેટ પર ચડી ગઈ

નવી દિલ્હી, અત્યાર સુધી તમે માત્ર પુરુષોને જ ચાલતા વાહનો પર સ્ટંટ કરતા હોય તેવા વિડીયો જાેયા હશે. પરંતુ નોઇડાથી એક વિડીયો સામે આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. નોઈડામાં ચાલતી સ્કોર્પિયો કારના બોનેટ પર બેસીને કાર પર સ્ટંટ કરતી એક યુવતીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વિડીયોમાં યુવતી બ્લેક સ્કોર્પિયો કારના બોનેટ પર બેઠેલી જાેવા મળી રહી છે અને કાર ધીરે-ધીરે આગળ વધી રહી છે. આ વિડીયો પોલીસના ધ્યાનમાં આવતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે સ્કોર્પિયો ચલાવતા યુવકને પકડીને કાર કબજે કરી છે.

આ મામલો નોઈડાના સેક્ટર ૧૧૩થી સામે આવી રહ્યો છે. આ વિડીયો લગભગ ૧૦ સેકન્ડનો છે, જે રાતનો સમયનો છે, જેને કોઈ અન્ય વ્યક્તિ દ્વારા બનાવીને વાયરલ કરી દીધો છે. કારના બોનેટ પર બેઠેલી યુવતી લાંબા સમયથી સ્ટંટ કરતી જાેવા મળી રહી છે.

યુવતી વ્યવસાયે એન્જિનિયર હોવાનું સામે આવ્યું છે. આ વિડીયો ૬ નવેમ્બરની રાતનો હોવાનું કહેવાય છે. ૧૦ સેકન્ડના આ વિડીયોમાં યુવતી કાળા રંગની સ્કોર્પિયો પર સ્ટંટ કરી રહી છે. સાથે જ કારની બાજુમાંથી વાહનો પસાર થઇ રહ્યા છે. એક ટિ્‌વટર યુઝર્સે વિડીયોને ટ્રાફિક અને નોઈડા પોલીસને ટેગ કરીને કાર્યવાહીની માંગ કરી હતી.

પોલીસે વિડીયોના આધારે વાહન માલિકની ઓળખ કરી કાર્યવાહી હાથ ધરી હતી. કારના બોનેટ પર બેઠેલી આ યુવતીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે સ્કોર્પિયો નંબર પરથી વાહન ટ્રેસ કરી ચાલકને શોધી કાઢ્યો હતો. જે બાદ કાર્યવાહી કરતા સ્કોર્પિયોને જપ્ત કરવામાં આવી હતી.

પોલીસે આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોઇડાના એડીસીપી આશુતોષ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનના સેક્ટર ૧૧૩ વિસ્તારમાં એક વિડીયો વાયરલ થયો હતો. વિડીયોમાં એક યુવતી ચાલુ વાહનના બોનેટ પર બેઠેલી જાેવા મળી રહી છે.

આ એક ખતરનાક સ્ટંટ હતો, જેમાં કોઇને ઇજા પણ થઇ શકે છે. આ કેસમાં વાહન જપ્ત કરવામાં આવ્યું છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.