પ્રેગનન્સી રાખવા ટેસ્ટ માટે મહિલાને હોસ્પિટલમાં બોલાવી હતીઃ ઈન્જેકશન આપ્યા પછી મોત

Files Photo
અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં મહિલાનું મોત થતાં પરિવારે હોબાળો કર્યો
અંકલેશ્વર, અંકલેશ્વરમાં આવેલ સરગમ હોસ્પિટલમાં મહિલાના મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, પ્રગનન્સી રાખવા માટેના ટેસ્ટ દરમિયાન હોસ્પિટલ તરફથી આપેલ એક ઈન્જેકશન બાદ મહિલાનું મોત થયું છે પરિવારજનોના હોબાળા બાદ પોલીસનો કાફલો હોસ્પિટલમાં આવી મામલો થાળે પાડયો હતો.
વાલિયા તાલુકામાં રહેતી રપ વર્ષીય પૂજા નેતાજી વસાવાને ઘણા સમયથી પ્રેગ્નન્સી રહેતી ન હતી જેથી મહિલાના પરિવારજનો દ્વારા અંકલેશ્વરની સરગમ ગાયનેક હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ શરૂ કરાવી હતી. આ ટ્રીટમેન્ટ અંતર્ગત ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલના ડોકટર દ્વારા મહિલાને હોસ્પિટલ બોલાવવામાં આવી હતી. પૂજાને હોસ્પિટલમાં બોલાવ્યા બાદ ટેસ્ટ માટે મહિલાને નર્સ દ્વારા ઈન્જેકશન આપવામાં આવ્યું હતું
ઈંજેકશન પછી મહિલાને રિએકશન આવ્યું હતું ત્યારબાદ તેનું હ્ય્દય ફેઈલ થવાની શરૂઆત થઈ હતી જેથી આ મહિલાને તાત્કાલિક સારવાર માટે આઈસીયુમાં વેન્ટીલેટર પર લેવામાં આવી હતી. આ મહિલાને દોઢ દિવસ સુધી આઈસીયુમાં સારવાર હેઠળ રાખ્યા બાદ અંતે મહિલાનું મોત નીપજયું હતું.
પૂજાના મોતના સમાચાર સાંભળતા જ પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. મહિલાના પતિ નેતાજી વસાવાએ હોસ્પિટલમાં સંચાલકો સામે આક્ષેપો કર્યા હતા કે, હોસ્પિટલની બેદરકારીના કારણે તેની પત્નીનું મોત નીપજયું છે હોસ્પિટલ દ્વારા ઈન્જેકશન મુકવાની ભુલને કારણે મોત થયું હોવાનો આક્ષેપ મૃતક મહિલાના પતિએ કર્યો છે. આ અંગેની પોલીસ તપાસ થવી જાેઈએ હોવાનું જણાવ્યું હતું.
જયારે બીજી તરફ હોસ્પિટલના તબીબ ડો. નિસાર અલી ખોજાએ જણાવ્યું હતુ ંકે આ ઘટના ખૂબ જ દુઃખદ છે હોસ્પિટલ તરફથી મહિલાને બચાવવાના ખૂબજ પ્રયાસ કરવામાં આવ્યા હતા. જાેકે મહિલાને અમે બચાવી શક્યા નથી. મૃતક મહિલાના પરિવારે હોસ્પિટલમાં હોબાળો કર્યો
અને પરિવારે તબીબો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માગ કરી છે. હોબાળા બાદ અમે પોલીસને તાત્કાલિક સ્થળ પર બોલાવી હતી. પોલીસે હોસ્પિટલ પહોંચી મામલો થાળે પાડયો હતો અને હાલમાં મૃતદેહને પરિવારને સોંપવા તજવીજ હાથ ધરી છે.