Western Times News

Gujarati News

રતન તાતાને મળવાના ચક્કરમાં મહિલાએ ૪૯ હજાર ગુમાવ્યા

સુરત, જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી ૪પ વર્ષની ઝંખનાબેન રમણભાઈ દેસાઈ નામની મહિલાને રતન ટાટાને મળવા દેવાની લાલચ આપીને રૂ.૪૯ હજારની ઠગાઈ થઈ હતી. The woman lost 49 thousand in Surat

આ મહિલા એસવીએનઆઈટી ટેકનિકલ સ્ટાફમાં નોકરી કરે છે. ગત તા.૬ એપ્રિલના રોજ ઝંખનાબેનના ફેસબુકમાં પર રતન ટાટા ફાઉન્ડેશન નામના આઈડી પરથી મેસેજ આવતા તેમને રતન ટાટા સાથે રૂબરૂ મુલાકાત કરવાની વાત કરી હતી તેઓએ રતન ટાટાના પી.એ શાંતનુ નાયડુનો ઈ-મેઈલ આઈડી આપી તેના ઉપર સંપર્ક કરવા અને મુલાકાત કરવા

અને રજિસ્ટ્રેશન કરવા જણાવ્યું હતું ભેજાબાજાેની વાતોમાં આવીને ઝંખનાબેન તેમના ઈ-મેઈલ આઈડી પરથી શાંતનુ નાયડુને મેઈલ કરી રતન તાતા સાથે મુલાકાત કરાવવા માટે કહેતા તેઓએ કહેવા મુજબ મેમ્બરશીપ લેવા માટે નામ, સરનામુ,

જન્મ તારીખ, ધંધો નાગરિકતા એકાઉન્ટની ડિટેઈલ ઓળખનું પ્રમાણપત્ર સહિતની માહિતી ઈ-મેઈલ કીર હતી ત્યારબાદ ભેજાબાજે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના મો. શાહીલ નામનો એકાઉન્ટ નંબર આપી તેમાં ૬૦૦ અમેરિકન ડોલરનું પેમેન્ટ કરી તેનો સ્ક્રીન શોર્ટ મોકલવા કહેતા ઝંખનાબેને ગત તા.૧૦મેના રોજ તેના ખાતામાં રૂપિયા ૪૯,૩પ૦ એનઈએફટી ટ્રાન્સફર કર્યા હતા

ત્યારબાદ ચાર દિવસ પછી વધુ રકમ મિનિસ્ટ્રીમાં ભરવા માટે કહેતા ઝંખનાબેનને શંકા ગઈ હતી અને રતન તાતા ઓરીજનલ ઈ-મેઈલ આઈડી પર મેઈલ કરી આ ફેસબુક પેઈજ અને વ્યક્તિઓની ખરાઈ કરતા કોઈ જવાબ મળ્યો ન હતો. આખરે તેમણે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા અજાણ્યા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.