મહિલાએ બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવ્યુ અને ગાડી ઘૂસી શોરૂમમાં (જૂઓ વિડીયો)
વડોદરા શહેરમાં એક મહિલાએ ભૂલથી બ્રેકના બદલે એક્સીલેટર દબાવી દેતાં ગાડી સીધી જ દુકાનમાં ઘુસી ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.
વડોદરામાં મહિલા ચાલકે બ્રેકના બદલે એક્સિલરેટર દબાવી દેતા કાર શો રૂમમાં ઘૂસી pic.twitter.com/N2Xjl4NKsH
— Our Vadodara (@ourvadodara) January 19, 2023
વડોદરાનાના અલકાપુરી બી.પી.સી રોડ પર રાત્રે એક મહિલા કારચાલકે ભુલથી બ્રેક મારવાની જગ્યાએ એક્સીલરેટર દબાવી દેતાં તેની કાર ક્રોકરી શો રૂમના પગથિયા ચડી કાચ તોડી અંદર ઘુસી ગઇ હતી. શો રૂમ માલિકે આ મામલે કારચાલક સામે ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મહિલાએ શો રૂમ પાસેના પાર્કિંગમાં કાર રોકવા માટે ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવી દેતાં કાર ઉછળીને શો રૂમના પાંચ પગથિયા ચડી કાચ તોડી શો રૂમમાં ઘૂસી ગઇ હતી. આ બનાવને પગલે ક્રિષ્ના ક્રોકરીના માલિક અને સ્ટાફના માણસો એકદમ શું ધડાકો થયો તે જોવા માટે દોડી આવ્યા હતા. દુકાનના કેશ કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિએ ગાડી શો રૂમમાં ઘુસી જતાં તરત દોડી આવ્યા હતા.
આ સમગ્ર બનાવ શો રૂમમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. કારે ઘૂસી જતાં શો રૂમમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. આ મામલે મહિલા કાર ચાલક સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.