Western Times News

Gujarati News

જે બેન્કમાં કામ કરતી હતી, તે જ બેન્કમાં મહિલાએ ધાડ પાડી

નવી દિલ્હી, ઘણી વાર એવું બનતું હોય છે કે, જ્યારે બેન્કમાં ચોરી અને લૂંટની ઘટના બનતી હોય છે, તો બેન્કમાંથી ઘણા બધાં રુપિયા અને ઘરેણા લઈને ફરાર થઈ જતાં હોય છે. પણ વિચારો કે કોઈ બેન્ક કર્મચારી જ બેન્ક લૂંટે તો શું થાય. આવો જ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે, જેમાં એક મહિલા બેન્ક અધિકારીએ બેન્કમાંથી કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગઈ અને ૨૫ વર્ષ બાદ પકડાઈ ગઈ.

હકીકતમાં આ ઘટના ચીનના એક શહેરની છે. ચીની મીડિયા રિપોર્ટ્‌સમાં જણાવ્યા અનુસાર, મહિલાનું નામ ચેન યેલ છે અને તે ચીનની એક સરકારી બેન્કમાં ક્લાર્ક તરીકે કામ કરતી હતી અને અચાનક તે ગાયબ થઈ ગઈ હતી. બાદમાં ખબર પડી કે, બેન્કમાં ચોરી થઈ છે, અને જે મહિલા બેન્ક ક્લાર્ક ગાયબ થઈ છે, તેને ૫ કરોડ રૂપિયા આ બેન્કમાંથી ચોર્યા છે.

એટલું જ નહીં આ મહિલાની કહાની ત્યારે શરુ થઈ, જ્યારે મહિલાએ તે પૈસાથી પોતાની પ્લાસ્ટિક સર્જરી કરાવી અને ચહેરાને એકદમ બદલી નાખ્યો.ત્યાર બાદ તેણે ઘર ખરીદ્યું અને આરામથી જિંદગી જીવવા લાગી. તેણે અમુક રૂપિયા બીજા કામમાં પણ લગાવી દીધા, બાકી વધેલા રૂપિયા ભાઈ બહેનના અકાઉન્ટમાં ટ્રાંસફર કરી દીધા.

આ બેન્કમાં ચોરીનો મામલો તપાસ સુધી પહોંચ્યો. તપાસ અધિકારી લાંબ સમય સુધી તેમાં શોધ કરતા રહ્યા, પણ તે ક્લાર્કને પકડી શક્યા નહીં. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આવું કરતા કરતા ૨૫ વર્ષ વીતી ગયા. આ દરમિયાન મહિલા ચોરે લગ્ન પણ કર્યા.

પણ હાલમાં થોડા સમય પહેલા આ કેસની તપાસ કરી રહેલા એક અધિકારીને આ મહિલા ટકરાઈ ગઈ હતી. જ્યારે અધિકારીને આ મહિલા પર શંકા ગઈ તો, તેમને ટીમને જઈને સૂચના આપી અને મહિલાને પકડી લીધી.

મહિલાએ પહેલા તો આનાકાની કરી, પણ જ્યારે તમામ પુરુવા તેના વિરુદ્ધ સામે આવ્યા તો, મહિલાએ પોતાનો ગુનો કબૂલ્યો. મહિલાએ કેટલાય ચોંકાવનારા રહસ્યો ખોલ્યા. તેણે એ પણ જણાવ્યું કે, કેવી રીતે તેણે ચોરી કરી અને બીજા દિવસે પરિવાર સાથે ક્યાં ગાયબ થઈ. હાલમાં મહિલાને પકડીને જેલમાં નાખી દેવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.