મહિલાએ પગાર આપવાનો ઈન્કાર કરતા પતિએ તરછોડી
અમદાવાદ, પગાર આપવાનો ઈનકાર કરતાં પતિ અને સાસુ-સસરાં હેરાન કરી રહ્યા હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ ૩૨ વર્ષીય બેંક મેનેજરે મહિલા પોલીસ સ્ટેશન (પશ્ચિમ) સમક્ષ નોંધાવી હતી.
મહિલાએ વર્ષ ૨૦૧૬માં ગાંધીનગરના રહેવાસી સાથે લગ્ન કર્યા હતા અને એક વર્ષ તેના માતા-પિતા સાથે રહી હતી. તે સમયે તેનું પોસ્ટિંગ અમદાવાદના પશ્ચિમ ભાગમાં થયું હતું. પોતાના સાસરિયાંને આર્થિક સપોર્ટ આપતી હોવાનું મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું.
૨૦૧૯માં તેનું પોસ્ટિંગ મહારાષ્ટ્રમાં થતાં તે ત્યાં શિફ્ટ થઈ હતી. સાસુ-સસરા અને પતિ ઘણીવાર તેને મળવા માટે ત્યાં જતા હતા તો તે પોતે પણ અવારનવાર ગાંધીનગર આવતી હતી, તેમ ફરિયાદીએ જણાવ્યું હતું. થોડા સમય બાદ પતિએ તેની પાસેથી પગાર માગવાનું શરૂ કર્યું હતું. જાે કે, તેણે ના પાડી હતી. જેના કારણે પતિ અને તેની વચ્ચે ઝઘડો થયો હોવાનું ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું.
૨૦૨૦માં સાસરીના સભ્યોએ ઘરમાં પ્રવેશવા દેવાની ના પાડી હોવાનું ફરિયાદીએ ઉમેર્યું હતું. વર્ષ ૨૦૨૧માં મહિલાનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ દરમિયાન તેની સંભાળની સખત જરૂર હતી. પરંતુ પતિ અને સાસરિયાંએ ન સાચવતા આખરે તે અમદાવાદમાં રહેતા માતા-પિતા સાથે રહેવા જતી રહી હતી. કોનાથી રિકવર થયા બાદ તે સાસરે પરત ફરી હતી.
મહિલાએ ફરિયાદમાં આગળ કહ્યું હતું કે, તે બાળક ઈચ્છતી હતી, પરંતુ તેના પતિને કોઈ રસ નહોતો. દંપતી આશરે ૩ વર્ષ સુધી સાથે ઊંઘ્યા નહોતા, તેમ ફરિયાદમાં ઉમેરવામાં આવ્યું હતું. હાલમાં, જ્યારે પતિને ફોન કર્યો ત્યારે તેણે તેને ‘હું વ્યસ્ત છું, તેથી જાે કોઈ જરૂરી વાત ન હોય તો મને ફોન ન કરતી’ તેમ કહ્યું હતું.
મહિલાએ ફરીથી જ્યારે ફોન કર્યો ત્યારે પતિએ અલગ થવાની વાત કરી હતી. તેથી, મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. મહિલાના પતિ અને સાસરિયાઓ સામે IPCની કલમ ૪૯૮ (છ) (પતિ અથવા સંબંધીઓ મહિલા સાથે ક્રૂરતા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ હાલ આ અંગે તપાસ કરી રહી છે.SS1MS