અત્યાચારથી મુક્તિ મેળવવા મહિલાએ અભયમની મદદ લીધી
વડોદરા, ૧૯૮૩માં એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું ‘સૌતન’. આ ફિલ્મમાં શ્યામ (રાજેશ ખન્ના) પહેલા અમીર બાપની દીકરી રુક્મણી (ટીના મુનિમ) સાથે લગ્ન કરે છે. બંને વચ્ચે કોઈ વાતથી મતભેદ થતાં શ્યામ રાધા (પદ્મિની કોલ્હાપુરી) પ્રત્યે આકર્ષિત થાય છે. જે બાદ પત્ની અને સૌતન વચ્ચે ખૂબ ડ્રામા જાેવા મળે છે. The woman sought Abhayam’s help to get rid of atrocities
જાે કે, અંતમાં પતિ-પત્નીનું ફરીથી મિલન થાય છે અને ફિલ્મનો ‘હેપ્પી એન્ડ’ આવે છે. રિયલ લાઈફમાં પણ આ ફિલ્મની સહેજ યાદ અપાવે તેવો જ કંઈક કિસ્સો બન્યો છે. વડોદરા શહેરમાં શખ્સની પત્ની અને તેની લિવ-ઈન પાર્ટનર, જેઓ છેલ્લા ચાર વર્ષથી એક જ ઘરમાં રહેતા હતા, તેમની વચ્ચેના ઘરેલુ ઝઘડાએ ત્યારે ડાર્ક ટર્ન લીધો હતો જ્યારે પત્નીએ પતિની પાર્ટનર દ્વારા આચરવામાં આવી રહેલા શોષણમાંથી મુક્તિ મેળવવા મહિલા અભયમ હેલ્પલાઈન ૧૮૧નો સંપર્ક કર્યો હતો.
રિપોર્ટ પ્રમાણે, હરેશ (નામ બદલ્યું છે), જે પહેલી પત્ની હિૃષિકા (નામ બદલ્યું છે) સાથેના લગ્નથી પહેલાથી એક બાળકનો બાપ હતો, તેને હેતલ (નામ બદલ્યું છે) નામની યુવતી સાથે આડાસંબંધો હતો. જ્યારે હિૃષિકાને પતિની હરકત વિશે જાણ થઈ અને પૂછપરછ કરી તો હરેશે કહ્યું હતું કે, તે હેતલને પ્રેમ કરે છે અને તેના વગર રહી શકે તેમ નથી. જે બાદ તેણે હિૃષિકાને જાે આ મામલે વચ્ચે પડી તો આપઘાત કરવાની ધમકી આપી હતી.
પતિ પર ર્નિભર અને નાના બાળક સાથે નિરાધાર થઈ જશે તેવા ડરથી હિૃષિકાએ હેતલ સાથે લિવ-ઈન કોન્ટ્રાક્ટમાં પ્રવેશવાની પતિની ઈચ્છા સમક્ષ સરેન્ડર કર્યું હતું. ચાર વર્ષ પહેલા તેમણે એક છત નીચે સાથે રહેવાનું શરૂ કર્યું હતું. શહેરમાં ૧૮૧ અભયમ હેલ્પલાઈનની મદદ લેતા, હિૃષિકાએ કાઉન્સેલરને જણાવ્યું હતું કે ‘હરેશ મને ઓછો સમય આપે છે અને સામાજિક પ્રસંગોમાં પણ મારી સાથે આવતો નથી. જ્યારે બીજી તરફ તે દરરોજ હેતલ અને તેના દીકરા સાથે ફરવા જાય છે.
અમારી વચ્ચે આ મુદ્દા પર ઘણીવાર ઝઘડો થાય છે’. હિૃષિકાએ તેવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે, હરેશ અવારનવાર તેના પર ઉશ્કેરાઈ જતો હતો અને તેના પર હાથ ઉગામતો હતો. આ સ્થિતિથી નિરાશ અને હતાશ થઈને છેલ્લે તેણે અભયમની મદદ માગી હતી. અભયમના કાઉન્સેલર અને પોલીસ કર્મચારીઓએ હરેશ સમક્ષ તેવી સ્પષ્ટતા કરી હતી કે, હિંદુ મેરેજ એક્ટમાં પત્ની હોવા છતાં અન્ય મહિલા સાથે લગ્ન કરવા અથવા તેની સાથે આડાસંબંધો રાખવા તે ગુનો છે.
આ સાથે તેમ પણ કહ્યું હતું કે, પત્નીને હેરાન કરવી, જેણે પતિની ઈચ્છાને માન આપી લિવ-ઈન કોન્ટ્રાક્ટ માટે ઉદારતાથી સંમતિ આપી છે, તે પણ સામાજિક અને કાયદાકીય ગુનો છે. જે બાદ હરેશને તેની ભૂલ સમજાઈ હતી અને પોતાના વર્તન માટે પત્નીની માફી માગી હતી તેમજ ભવિષ્યમાં હેરાન ન કરવાનું વચન આપ્યું હતું. હિૃષિકાએ પણ કાયકાદીય આશરો ન લેવા અને પતિને બીજી તક આપવાનું નક્કી કર્યું હતું.SS1MS