ઉમિયા મહિલા મંડળની મહિલાઓએ રાજીનામાં ધરી દેતા પાટીદાર સમાજમાં ખળભળાટ
(પ્રતિનિધિ)માણાવદર, માણાવદર ખાતે સેવાભાવી સામાજિક સંસ્થા શ્રી ઉમિયા મહિલા મંડળ માણાવદરના સર્વ હોદા ઉપરથી મહિલાઓએ રાજીનામાં ધરી દેતા પાટીદાર સમાજમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર માણાવદર ખાતે સેવાભાવી સામાજિક સંસ્થા શ્રી ઉમિયા મહિલા મંડળના સર્વ હોદા ઉપરથી મંડળની મહિલાઓએ ધડાધડ રાજીનામાં ધરી સત્તાનો ત્યાગ કરી દેતા પાટીદાર સમાજમાં આ વાતને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઉમિયા મહિલા મંડળના પ્રમુખને રાજીનામાં આપતા પત્રમાં મહિલાઓએ જણાવ્યું હતું કે પ્રમુખની જો હુકમી અને એક હથુ વહીવટ પારદર્શક વહીવટ તરીકે પ્રમાણિત થઈ રહ્યો નથી જે રાજીનામાં આપનાર મહિલાઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમને માન્ય નથી વળી આ મંડળના આવક જાવક નફા નુકસાનીના હિસાબો ત્રણ ત્રણ વર્ષથી માંગવા છતાં મંડળ સમક્ષ રજૂ કરવામાં આવતા નથી મંડળના પ્રમુખ નિર્ણયો તેમના અંગત ગણાતા બે-ચાર મહિલાઓ વચ્ચે જ કરવામાં આવે છે.
આ કારણસર ઉમિયા મહિલા મંડળની મહિલાઓએ ધડાધડ રાજીનામા ધરી દીધા
આવડા મોટા મંડળમાં અનેક પદાધિકારીઓ અને સભ્ય હોવા છતાં અન્ય મહિલાઓને રજૂઆતોને ગાઠવામાં આવતી નથી જરૂરી નિર્ણયો માટે સંસ્થાના અન્ય કોઈને પૂછતા પણ નથી કે કોઈની સલાહ કે કોઈનો અભિપ્રાય પણ લેતા નથી સાતમ આઠમના તહેવારોમાં મંડળ દ્વારા મીઠાઈ ફરસાણનું વેચાણ કરવામાં આવ્યું હતું.
પરંતુ તેમાં થયેલા નફા નુકસાની નો હિસાબ વારંવાર માગવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી આજ સુધી પ્રમુખ દ્વારા હિસાબ આપવામાં આવ્યો નથી આવા કારણસર મંડળમાંથી રાજીનામું ધરી દેતા મહિલાઓએ જણાવ્યું હતું કે હવે અમારે મંડળ સાથે કોઈ જ સંબંધ નથી અમને મળેલી જવાબદારીઓને સ્વૈચ્છિક રીતે ત્યાગ કરીએ છીએ. માણાવદર ઉમિયા મહિલા મંડળ માંથી એકી સાથે આઠ મહિલાઓએ રાજીનામાં ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.