એન્જિયરોની કમાલ! ઈંટ અને સિમેન્ટ વગર બનાવ્યું ઘર!
નવી દિલ્હી, દરેક વ્યક્તિની ઈચ્છા તેના સપનાનું ઘર બનાવવાની હોય છે, જેમાં તે પોતાના પરિવાર સાથે ખુશીથી રહી શકે. દરમિયાન ડુંગરપુરના એક પરિવારે પર્યાવરણના સંતુલનને ધ્યાનમાં રાખીને અનોખું ઘર બનાવ્યું છે. આ ઘરમાં કોંક્રીટ અને સિમેન્ટ ઉપયોગ થયો નથી પરંતુ તે પર્યાવરણને અનુકૂળ આવે તે રીતે બનાવવામાં આવ્યું છે. આવું ઘર આદિવાસી વિસ્તારમાં પહેલા ભાગ્યે જ જાેવા મળ્યું હશે, જ્યાં દરેક વસ્તુને રિસાયકલ કરીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવી હોય. ડુંગરપુર શહેરમાં રહેતા સિવિલ એન્જિનિયર આશિષ પાંડા અને તેમની પત્ની મધુલિકાએ આ ખાસ ઘર બનાવ્યું છે. મધુલિકા વ્યવસાયે સોફ્ટવેર ડેવલપર છે.
આ સાથે તે સમાજ સેવાનું કામ પણ કરે છે. આ લોકોનાં ઘરના પાયાથી લઈને બહાર અને અંદર બધું જ ઈકો-ફ્રેન્ડલી છે. ઓરિસ્સાના રહેવાસી ૪૦ વર્ષીય આશિષે જણાવ્યું હતું કે તેણે સ્કૂલનો અભ્યાસ કર્યો ત્યાં સુધી તેનું જીવન મદ્રાસમાં વિત્યું. આ પછી તેણે BITS પિલાનીમાંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું.
પછી દેશના વિવિધ ભાગોમાં કામ કર્યું. જ્યારે વિજયવાડાની ૪૧ વર્ષની મધુલિકાએ પણ BITS પિલાનીમાંથી એન્જિનિયરિંગ કર્યું છે. તે પછી તે તેના માસ્ટર્સનાં અભ્યાસ માટે અમેરિકા ગઈ હતી. તેણે એક વર્ષ અમેરિકામાં પણ કામ કર્યું હતુ.
મધુલિકાએ કહ્યું કે આશિષ અને હું ભલે અલગ-અલગ જગ્યાએ રહેતા હોઈએ, પરંતુ અમારી કોલેજના સમયથી અમે નક્કી કર્યું હતું કે અમે રાજસ્થાન જ પાછા જઈશું. કોલેજના દિવસોથી જ હું સામાજિક મુદ્દાઓ તરફ અને આશિષ કુદરતી સંસાધનોના સંરક્ષણ તરફ ઝુકાવતો હતો. વર્ષ ૨૦૦૮માં આ દંપતી દેશ-વિદેશમાં અનેક જગ્યાએ રહીને રાજસ્થાન પરત ફર્યું હતું. આશિષના કહેવા પ્રમાણે, ‘અમે બંનેએ કોઈ મોટા મેટ્રો સિટીમાં નહીં રહેવાનું નક્કી કર્યું હતું.
હંમેશા પ્રકૃતિની નજીક રહેવા માંગતો હતો. આ માટે મેં થોડા મહિનાઓ સુધી જુદા જુદા ગામોમાં રહેવાનો પ્રયત્ન કર્યો હતો.’ આ મુદ્દે મધુલિકાએ કહ્યું હતું કે અમારી પુત્રીનો જન્મ વર્ષ ૨૦૧૦માં ડુંગરપુરમાં થયો હતો અને તે પછી અમે અહીં સ્થાયી થવાનું નક્કી કર્યું હતું.
આશિષ અને મધુલિકાએ ઘર બનાવવા માટે તમામ સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કર્યો છે, જેમ કે બલવાડા પથ્થર અને સ્લેબ, ઘુઘરા પથ્થર અને ચૂનો. ઘરની બધી દીવાલો પથ્થરની બનેલી છે અને ચણતર, પ્લાસ્ટર અને છત માટે ચૂનો વપરાય છે. આનાં કારણે ઉનાળામાં પણ એસી અને પંખાની જરૂર નથી.
આ સિવાય આ ઘરની છત, બાલ્કની, સીડી વગેરેના બાંધકામ માટે સ્ટ્રીપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મજાની વાત એ છે કે આ આખા ઘરમાં ક્યાંય સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આશિષ અને મધુલિકાએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં બનેલા તમામ જૂના મહેલો, હવેલીઓ અને ઘરો પથ્થર, ચૂનો અથવા માટીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. કોઈપણ છતમાં સિમેન્ટ અને સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. છતાં વર્ષોથી આ ઇમારતો આજે પણ અકબંધ છે.SS1MS