Western Times News

Gujarati News

કામ તો અઘરું છે પણ દરેક લીડરે કરવું જ પડશે

આજના સમયમાં તમે જાેબ કરતા હો તો પણ લીડર છો અને જાે બિઝનેસ કરો છો તો પણ લીડર છો કારણ કે તમે તમારા આત્મવિશ્વાસથી કામ તો કરો જ છો પણ અન્યને મદદરૂપ પણ થાઓ છો એ દરેક વ્યક્તિ લીડર છે જે અન્યને આગળ વધવામાં મદદ કરે છે. સલાહ આપે છે, માર્ગદર્શન આપે છે પણ એક કામ એવું છે જે ઘણીવાર મોટાભાગના લીડર પણ કરી શકતા નથી અને વળી આ કામ અધરુ પણ છે. સહેલું નથી હવે તમને થશે કે એ કયું કામ ? તો ખૂબ સરળ જવાબ છે કે તમે તમારુ કેટલુ કામ તમારી નીચે અથવા તમારી ટીમમાં કામ કરતા લોકોને ડેલિગેટ કરી શકો છો ? જેમ જેમ વ્ય્વસાય વધે અને કામ વધે તેમ લીડરે થોડા કામ અન્યને આપી દેવા જાેઈએ અને જયારે તમે કોઈ જવાબદારી સોંપો ત્યારે અમુક બાબતોનું ધ્યાન પણ રાખવું જાેઈએ.

એક લીડરે હંમેશા એવું વિચારે છે કે તેમની ટીમ તેના જેવું કામ કરી શકે અને કામ બગાડશે તો ? એટલે પોતાના ખભે બધી જવાબદારી લઈને ફરે છે. જાે તમારી પાસે ટીમ છે તો તેમને કામ આપો અને નીચે મુજબના પગથિયા પ્રમાણે કામ આપશો તો ભૂલો વગર તમારું કામ પણ પૂર્ણ થશે અને તમે અન્ય કામ કરીને વધુ આગળ વધી શકશો. દરેક વ્યક્તિ પાસે ર૪ કલાક જ છે માટે જાે વધુ કામ કરવું હોય તો અન્ય લોકોને તમારા પ્રોજેકટમાંથી થોડા કામ આપવા જાેઈએ સૌથી પહેલા તો એ નકકી કરો કે તમે તમારા કામમાંથી કે પ્રોજેકટમાંથી કયુ કામ અન્યને પૂર્ણ કરવા આપી શકશો, તે નકકી કર્યા બાદ જે તે વ્ય્કિ્તને બોલાવીને કામ કેમ કરવું અને તમારે શું જાેઈએ છે તે સમજાવો. કામ સોંપ્યા બાદ સીસીટીવી કેમેરાની જેમ કે સીઆઈડી ઓફિસરની જેમ સતત નજર રાખી પૂછયા અને ટોકયા કરતા નહી પરંતુ તમારે કયારે જાેઈએ છે તે તારીખ અને સમય આપી દેજાે. કામ સોપ્યા બાદ સંપૂર્ણ ભરોસો રાખવો અને મદદની જરૂર પડે તો ચોક્કસ તેમને કહી શકે તેમ જાણ કરવી.

દરેક વ્યક્તિની કામ કરવાની પદ્ધતિ અલગ હોય શકે છે પણ પરિણામ તો એક સરખું જ મેળવવાનું હોય છે અને ત્યારે લીડર કે મેનેજર કે બોસ તેની ટીમને કામની સોંપણી કેવી રીતે કરે છે તે પણ એટલું જ મહત્વનું હોય છે. કામ સોંપ્યા બાદ દરેક એક કલાક પછી કામ કેટલું થયું તે પુછવા જવું નહી અને જાે સતત પુછશો તો તમારી ટીમના સભ્યોની આવડત હશે તે પણ કામ થશે નહી કોઈપણ વ્યક્તિ કામ તો જ કરી શકે જાે તેને કામ કરવાની મોકળાશમળે. તમારે લીડર તરીકે ધ્યાન પણ રાખવાનું છે કે તમારી ટીમના સભ્યો તમારે જે પરિણામ જાેઈએ છે તે દિશામાં કામ કરી રહ્યા છે કે નહી? અને સાથે સાથે તેમને તેમની રીતે કામ કરવાની છૂટ પણ આપવાની છે.

દરેક વ્યક્તિની કામ કરવાની અનુકુળતા અને સ્વભાવને ઓળખવું એ જ તો લીડરનું કામ છે અને તે મુજબ કામની સોંપણી કવરી એ જ લીડરની સાચી આવડત છે કામ સોંપતા ન હો તો ડેલિગેટ કરવાનું શરૂ કરો અને તે પણ તેમની નજર રાખ્યા વગર નજ રાખતા તમે શીખો જયારે લીડર પોતાની કુશળતા વિકસાવે ત્યારે તેમની ટીમ તો કામ કરે જ છે પણ તેમની ટીમની કુશળતા પણ વધે છે કામ ડેલિગેટ કરો પરંતુ માઈક્રો મેનેજમેન્ટ કરશો નહી બન્ને વચ્ચેના તફાવતસમજવો જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.