વર્લ્ડ બેંકે ૨૦૨૩-૨૪ માટે ભારતના વિકાસ દરનું અનુમાન ૬.૩ ટકા કર્યું
(એજન્સી)વોશિંગ્ટન, વર્લ્ડ બેંકે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ભારતના આર્થિક વિકાસ દરનું અનુમાન ઘટાડીને ૬.૩ ટકા કર્યું છે. આ વર્લ્ડ બેંક દ્વારા જાન્યુઆરીમાં લગાવયેલા અંદાજ કરતાં આ ૦.૩ ટકા પોઈન્ટ ઓછું છે. વર્લ્ડ બેંકે કહ્યું કે ભારતમાં ખાનગી વપરાશ અને રોકાણમાં અનપેક્ષિત હિલચાલ જાેવા મળી રહ્યો છે.
સેવાઓની વૃદ્ધિ પણ મજબૂત છે. વર્લ્ડ બેંકે વૈશ્વિક આર્થિક સંભાવનાઓ પરના તેના નવા અહેવાલમાં આ અનુમાન વ્યક્ત કર્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક વિકાસ દર ૨૦૨૩માં ઘટીને ૨.૧ ટકા થઈ જશે, જે ૨૦૨૨માં ૩.૧ ટકા હતો.
ચીન સિવાયના ઉભરતા બજારો અને વિકાસશીલ અર્થતંત્રો (ઈએમડીઈએસ)માં વૃદ્ધિ દર ગયા વર્ષના ૪.૧ ટકાથી આ વર્ષે ધીમો પડીને ૨.૯ ટકા રહેવાનો અંદાજ છે. તે વિકાસ દરમાં જંગી ઘટાડો દર્શાવે છે.
વર્લ્ડ બેંકે કહ્યું, “ભારતનો વિકાસ દર નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં વધુ ધીમો પડીને ૬.૩ ટકા રહેવાની ધારણા છે. તે જાન્યુઆરીના અંદાજ કરતાં ૦.૩ ટકા પોઈન્ટ ઓછું છે. વર્લ્ડ બેન્ક ગ્રૂપના નવનિયુક્ત પ્રમુખ અજય બંગાએ જણાવ્યું હતું કે, “રોજગાર એ ગરીબી ઘટાડવા અને સમૃદ્ધિ ફેલાવવાનો સૌથી અસરદાર માર્ગ છે.
ધીમો વિકાસ દર એટલે કે નોકરીઓનું સર્જન કરવું પણ મુશ્કેલ બનશે. આ સાથે તેમણે કહ્યું કે નોંધનીય છે કે વૃદ્ધિ દરના અંદાજાે ‘નિયતિ’ નથી. અમારી પાસે આને બદલવાની તક છે, પરંતુ તેના માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે. ભારતીય મૂળના અજય બંગાએ શુક્રવારે જ વિશ્વ બેંકના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.