Western Times News

Gujarati News

ચીનમાં વિશ્વની સૌથી ઝડપી હાઇસ્પીડ ટ્રેનઃ કલાક દીઠ ૪૫૦ કિમી.ની ઝડપે દોડશે

બેઇજિંગ, ચીન પોતાના રેલવે નેટવર્ક અને હાઈ-સ્પીડ ટ્રેનો માટે જાણીતું છે. ચીને રવિવારે પોતાનું હાઈ-સ્પીડ બુલેટ ટ્રેનનું અપટેડેટ મોડલ રજૂ કર્યું. આ હાઈ-સ્પીડ ટ્રેનના નિર્માતાનો દાવો છે કે પરીક્ષણ દરમિયાન આ હાઈ-સ્પીડ ટ્રેન ૪૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે, જેનાથી આ વિશ્વની સૌથી ઝડપી હાઈ-સ્પીડ ટ્રેન બની જશે.

ચાઈના સ્ટેટ રેલેવ ગ્›પ કંપની(ચાઈના રેલવે)ના જણાવ્યા પ્રમાણે, ‘સીઆર૪૫૦’ પ્રોટોટાઈપના નામથી આ ટ્રેન ઓળખાશે, આ ટ્રેનનું નવું મોડલ યાત્રાનો સમય હજુ વધુ ઓછો કરશે અને કનેક્ટિવિટીમાં સુધારો કરશે, જેનાથી દેશના હજારો યાત્રીઓ માટે મુસાફરી વધુ સુવિધાજનક અને સુગમ થઈ જશે.

ચીનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ,સીઆર૪૫૦ પ્રોટોટાઈપે ૪૫૦ કિલોમીટર પ્રતિ કલાકની પરીક્ષણની ગતિ હાંસલ કરી, જેમાં મુખ્ય પ્રદર્શન સંકેત, ઓપરેશન સ્પીડ, ઉર્જાનો વપરાશ, અંદરનો ઘોંઘાટ અને બ્રેકિંગ અંતર – એ એક નવા આંતરરાષ્ટ્રીય માપદંડો સ્થાપિત કર્યા છે.

આ વર્તમાનમાં સેવામાં દોડી રહેલી સીઆર ૪૦૦ ફુક્સિંગ હાઈ-સ્પીડ રેલ(એચએસઆર)થી ખૂબ ઝડપી છે, જે ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. ચીન રેલવે પ્રોટોટાઈપ માટે લાઈન પરીક્ષણોની એક શૃંખલાની વ્યવસ્થા ઊભી કરશે અને ટેકનિકલ ઈન્ડિકેટર્સને અનુકૂળ કરશે, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે સીઆર૪૫૦ જલદીમાં જલદીમાં કોમર્શિયલ સર્વિસમાં પ્રવેશ કરશે.

તાજા સત્તાવાર આંકડા મુજબ, ચીનના ફુક્સિંગ હાઈ-સ્પીડ રેલ(એચએસઆર)ના ટ્રેકનું નેટવર્ક લગભગ ૪૭૦૦૦ કિલોમીટર સુધી પહોંચી ચુક્યું છે, જે દેશના પ્રમુખ શહેરોને જોડે છે. જોકે, આ નફાકારક નથી. ચીનનું કહેવું છે કે એસએસઆર નેટવર્કના વિસ્તારથી દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે, જેનાથી મુસાફરીનો સમય ઓછો થયો છે અને રેલવે માર્ગાે પર ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળ્યું છે.

આંતરિક સર્વે પ્રમાણે, બેઇજિંગ-શાંઘાઈ ટ્રેન સેવા સૌથી વધુ નફાકારક હતી, જ્યારે અન્ય શહેરોમાં નેટવર્ક હજુ પણ આકર્ષક બની શક્યું નથી. જોકે, તાજેતરના વર્ષાેમાં ચીના એચએસઆરે થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયામાં પોતાના નેટવર્કની નિકાસ કરી છે અને સર્બિયામાં બેલગ્રેડ-નોવી સેડ હાઈ-સ્પીડ રેલ(એચએસઆર)નું નિર્માણ કર્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.