Western Times News

Gujarati News

જયપુરમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનશે

જયપુર, મેદાનના કદના સંદર્ભમાં, રાજસ્થાનના જયપુરમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા પણ મોટું હશે. તે ૧૦૦ એકરમાં તૈયાર થશે.

જાે કે બેઠક ક્ષમતાની દૃષ્ટિએ આ સ્ટેડિયમ વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હશે. તેમાં ૭૫૦૦૦ લોકોની બેઠક ક્ષમતા હશે. આથી વધુ બેઠક ક્ષમતા માત્ર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં છે.

આ સ્ટેડિયમ જયપુરના ચોમ્પ ગામમાં બનાવવામાં આવશે. તેની તૈયારી માટે, રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન અને વેદાંતની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સ્ટેડિયમનું નામ ‘અનિલ અગ્રવાલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, જયપુર’ હશે. કરાર અનુસાર, આ સ્ટેડિયમના નિર્માણ માટે હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ ૩૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે. સાથે જ આરસીએ દ્વારા ૧૦૦ કરોડ રૂપિયા આપવામાં આવશે.

સ્ટેડિયમમાં ઇન્ડોર ગેમ્સની સુવિધા હશે. આ સાથે અન્ય રમતો માટે તાલીમ કેન્દ્રો પણ હશે. આ ઉપરાંત ક્લબ હાઉસ અને ૩૫૦૦ વાહનોના પાર્કિંગની પણ સુવિધા હશે. આ સ્ટેડિયમને સીધું દિલ્હી-જયપુર એક્સપ્રેસ હાઈવે સાથે જાેડવાની યોજના છે, જેથી લોકોને અહીં પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે. સ્ટેડિયમના મેદાનમાં ફાઈવ સ્ટાર હોટેલ અને કન્વેન્શન સેન્ટર પણ બનાવવામાં આવશે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.