સુરતમાં છે દુનિયાની સૌથી મોંઘી ગણપતિ બાપ્પાની મૂર્તિ
(એજન્સી)સુરત, ગણેશ ચતુર્થીનું પર્વ થોડા જ દિવસોમાં શરુ થઇ જશે. હિન્દૂ કેલેન્ડર અનુસાર, ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદરવા મહિનાની ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે. ભાદરવા મહિનાની ચતુર્થી અંગ્રેજી કેલેન્ડર અનુસાર ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨ના રોજ છે. દર વર્ષે સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે.
હાલ સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષે ગણેશ ચતુર્થી ઉજવતા મંડળો ભગવાન ગણેશની મોંઘી-મોંઘી મૂર્તિઓ લાવે છે અને તેની સ્થાપના કરે છે. આમ તો ભગવાનની મૂર્તિની કોઈ કિંમત નથી લગાવવામાં આવતી, પરંતુ દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા અનુસાર મૂર્તિ ખરીદે છે.
સામાન્ય રીતે ગણેશજીની મૂર્તિની કિંમત ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયાથી શરુ થાય છે. પરંતુ આજે અમે જે મૂર્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તેની કિંમતનો અંદાજાે લગાવવો પણ મુશ્કેલ છે. આ મૂર્તિની કિંમત સાંભળીને તમારી આંખો પહોળી થઇ જશે. આ સાંભળીને તમે એ વાત જાણવા પણ ઉત્સુક બની ગયા હશો કે આટલી મોંઘી ગણેશજીની મૂર્તિ કોની પાસે છે.
ભગવાન ગણેશની અત્યાર સુધીની સૌથી મોંઘી મૂર્તિ ગુજરાત સુરતના વેપારી રાજેશભાઈ પાંડવ પાસે છે. રાજેશભાઈ સુરતના કતારગામમાં રહે છે, જે એક પોલિશિંગ યુનિટના મલિક છે. સાથે જ તેઓ અલગ-અલગ પ્રકારના વ્યવસાય પણ કરે છે. રાજેશભાઈ અને તેમના પરિવારના સભ્યો માને છે કે જ્યારથી ઘરમાં આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે,
ત્યારથી તેમની પ્રગતિમાં વધારો થયો છે. સૂરતના રાજેશભાઈના ઘરે સ્થાપિત કરેલી ગણેશજીની આ મૂર્તિની કિંમત કરોડોમાં છે. આ મૂર્તિની ઊંચાઈ માત્ર ૨.૪૪ સિન્ટીમીટર જ છે. આ મૂર્તિને એક અનકટ હિરામાંથી બનાવવામાં આવી છે. જેના કારણે આ મૂર્તિની કિંમત લગભગ ૫૦૦ કરોડ ગણાય છે. આ દેશના સૌથી અનમોલ ગણેશજી છે.
જાેકે, રાજેશભાઈ માટે આ ડાયમંડ ગણેશ ખૂબ જ અનમોલ છે. આમ તો આ મૂર્તિ સામાન્ય ક્રિસ્ટલ મૂર્તિ જેવી જ દેખાય છે, પરંતુ હકીકતમાં તે એક હીરો છે, જે ભગવાન ગણેશની મૂર્તિ જેવો જ દેખાય છે. રાજેશ પાંડવને વર્ષ ૨૦૦૫માં આ મૂર્તિ સાઉથ આફ્રિકા ખાતેની હરાજીમાં મળી હતી. હરાજીમાં આ ડાયમંડ એક અનકટ ડાયમંડ તરીકે વેચવામાં આવી રહ્યો હતો, પરંતુ રાજેશને તેમાં ગણપતિ બાપ્પાની છબી જાેવા મળી.