Western Times News

Gujarati News

વિશ્વની સૌથી નાની આંતર રાષ્ટ્રીય સરહદ સ્પેન અને મોરકકો વચ્ચે આવેલી છે

ચટ્ટાનનું નામ પેનોન ધ વેલેજ દે લા ગોમેરા છેઃતેનું કુલ ક્ષેત્રફળ ૧૯૦૦૦ ચો મીટર છે

નવી દિલ્હી, વિશ્વમાં ચીન દુનિયામાં સૌથી વધુ ૧૫ દેશો સાથે સરહદો ધરાવે છે જયારે અમેરિકા અને કેનેડા વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ સૌથી વિશાળ છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે વિશ્વમાં સૌથી ટુંકી સરહદ માત્ર ૮૫ મીટરની છે. The world’s shortest international border, 85 meters long, is made up of two small rocks.

આ અનોખી સરહદ સ્પેન અને મોરકકો વચ્ચે આવેલી છે. આલ સરહદ બે નાની ચટ્ટાનથી જોડાયેલી છે. આ ચટ્ટાનનું નામ પેનોન ધ વેલેજ દે લા ગોમેરા છે જે ઉત્તર આળિકામાં આવેલી છે. It is located between Spain and Morocco. The border is connected by two small islets.

દુનિયાની સૌથી નાની સરહદનું આગવું મહત્વ છે. ચટ્ટાનનું કુલ ક્ષેત્રફળ અંદાજે ૧૯૦૦૦ ચો મીટર છે. ઇસ ૧૫૬૪માં સ્પેનના એક સેનાપતિ પેડ્રો દે એસ્ટોપિનન આના પર કબ્જો કર્યાે હતો. ત્યારથી આ સરહદ નજીક સ્પેનનો ભાગ છે. મોરક્કોએ આ અંગે અનેક પ્રકારની રજૂઆત કરી પરંતુ સ્પેને કયારેય આ વિસ્તારને છોડયો નહી. સ્પેનના સૈનિકો લાઇનબધ્ધ ગોઠવાઇને રક્ષણ કરતા રહે છે.

સ્પેનની બોર્ડર આમ તો ૨૦૦૦ કિમી લાંબી છે જે પોર્ટુગલ અને ળાંસ સાથેની છે.બીજા કેટલાક દેશો જેમ કે અંડોરા, જિબ્રાલ્ટર અને મોરકકો પણ છે. મોરકક્કો સાથેની ૮૫ મીટરની સરહદ સીમાપેનનો દે વેલેજને મોરકકોના કાંઠા વિસ્તાર સુધી જોડે છે.

પહેલા આ ચટ્ટાન આઇલેન્ડ ગણાતો હતો પરંતુ ૧૯૩૪માં શકિતશાળી ભુકંપ આવવાથી એક નાનો રસ્તો બની ગયો હતો. ત્યારથી ૮૫ મીટરનો રસ્તો વિશ્વની સૌથી ટુંકી આંતરરાષ્ટ્રીય સરહદ ગણાય છે.રક્ષણ માટે સ્પેનના સૈનિકોની ટુકડી દર મહિને બદલાતી રહે છે.આ એક એવો વિસ્તાર છે જયારે પીવાના શુદ્ધ પાણી અને વીજળીની પણ સુવિધા નથી. સ્પેનની નૌકાસેના જહાજો મારફતે સૈનિકોને જરુરી સામાન પુરો પાડે છે. ૨૦૧૨માં મોરક્કોના કેટલાક લોકો નાના પહાડ પર ચડી ગયા હતા.

સ્પેનનો ઝંડો ઉતારીને મોરક્કોનો ઝંડો લગાવ્યો હતો. આ એક નાના આક્રમણને સૈનિકોએ ખાળીને ફરી સ્પેનનો ઝંડો લગાવ્યો હતો. સ્પેનની જમીન સરહદથી આ વિસ્તાર ઘણો દૂર હોવા છતાં સ્પેન મોરક્કોને સોંપવા માંગતું નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.