તું વાંદરા જેવો લાગે છે તેવું મંગેતરે કહેતા યુવકે ગળેફાંસો ખાધો
મહિલા જેલ સિપાહી સાથેના ઝઘડામાં યુવકે ગળેફાંસો ખાધો
અમદાવાદ, અમદાવાદ સેન્ટ્રલ જેલ ના મહિલા સિપાહી ના ત્રાસથી મંગેતર એ મોત ને વહાલું કર્યું છે. સગાઇ થયાના ૧૫ દિવસમાં જ મહિલા જેલ સિપાહીના સાથેના ઝઘડામાં યુવકે ગળેફાંસો ખાધો છે. રાણીપ પોલીસે દુષ્પ્રેરણા હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદના જીગર પટેલ નામના યુવકે બે દિવસ અગાઉ ગળેફાંસો ખાઈને મોતને વ્હાલુ કર્યુ હતું. જીગર પટેલે પોતાની મંગેતર ફાલ્ગુની ચાવડાના માનિસક- શારીરિક ત્રાસથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જાેકે ૧૫ દિવસની સગાઈમાં જ યુવકે આ પગલું ભરી લીધું છે.
ઘટનાની વાત કરવા માં આવે તો એક સમાજની એપ્લિકેશન માધ્યમથી મૃતક જીગર પટેલ અને યુવતી ફાલ્ગુની ચાવડા ચાર મહિના પહેલા મુલાકાત થઈ હતી. જે બાદ સમાજના રીતરિવાજ મુજબ ૯ જુલાઈના રોજ કડી છત્રાલ રોડ ખાતે આવેલા એક હોટલમાં સગાઈ કરી હતી.
જીગર પટેલ મિકેનિકલ એન્જીનીયર કરેલ છે અને યુવતી ફાલ્ગુની સેન્ટ્રલ જેલમાં મહિલા સિપાહી તરીકે ફરજ બજાવે છે. જેથી જીગર એક – બે વખત સાબરમતી સેન્ટ્રલ જેલના ક્વાર્ટરમાં આવેલ ફાલ્ગુનીના ઘરે મળવા જતો હતો. પરંતુ સગાઈ થયા તરત બંન્ને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો અને ૧૪ જુલાઈના રોજ જીગર ઘરે કહીને ગયો કે ‘હું ફાલ્ગુનીના ઘરે જવું છું.’
પણ બન્ને વચ્ચે ઝઘડો થતાં જ જીગરે ફાલ્ગુનીને ઘરેથી કાઢી મૂકી દરવાજાે અંદરથી બંધ કરી દીધો હતો અને આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ ફાલ્ગુની એ જીગર ના પરિવારને જાણ કરતા ઘરના લોકો એકઠા થઇ ગયા હતા. મૃતક જીગરના પિતા જગદીશ પટેલે રાણીપ પોલીસ સ્ટેશનમાં મહિલા જેલ સિપાહી ફાલ્ગુની ચાવડા વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે જીગર પટેલ અને ફાલ્ગુનીની સગાઈ થયા બાદ ફાલ્ગુની મારા દીકરા જીગરના શારીરિક બાંધા પર અપશબ્દો બોલતી હતી અને કહેતી હતી કે તમારો છોકરો વાંદરા જેવો લાગે છે, હાથ પગ બહુ નાના છે અને બોડી પણ નથી.