પાંચમા માળની બાલ્કનીમાંથી પગ લપસતાં યુવાન પટકાયો

સુરત, શહેરમાં એક ગોઝારો અકસ્માકત સર્જાયો છે. સરથાણામાં રૂમાલ સૂકવતી વખતે પગ લપસતાં પાંચમાં માળેથી યુવાનનું મોત નીપજ્યું છે. આ ૨૦ વર્ષનો યુવાન મીત ભગવાન મહાવીર કોલેજમાં બીએસસીમાં અભ્યાસ કરતો હતો.
આ યુવાનનું ટૂંકી સારવાર બાદ સોમવારે બપોરે મોત નિપજ્યું છે. સરથાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરનાં સરથાણામાં રૂમાલ સુકવતી વખતે પગ લપસતા પાંચ માળેથી પટકાયેલા બીએસસીના વિદ્યાર્થીનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે.
૨૦ વર્ષનો મીત ભગવાન મહાવીર કોલેજમાં બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. સોમવારે સવારે તે પાંચમા માળેથી ઘરની બાલ્કનીમાં રૂમાલ સુકવતો હતો. આ દરમિયાન યુવાનનો પગ લપસી જતા પાંચમા માળની બાલ્કનીમાંથી નીચે પટકાયો હતો. યુવાનને નીચે પટકાયા બાદ ગંભીર ઇજા પહોંચી હતી.
જેથી યુવાનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ સોમવારે બપોરે મોત નિપજ્યું છે. જે બાદ સરથાણા પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત સુરતમાં અન્ય એક યુવાને જાતે પોતાનું જીવન ટૂંકાવ્યુ છે.
શહેરનાં વરાછા લંબેહનુમાન રોડ ખાતે રહેતા અને એક ઇલેક્ટ્રિક શોરૂમના યુવાન મેનેજરે નાના વરાછા ચોપાટીમાં ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ યુવાનને શેર બજારમાં નુકસાન થવાને કારણે આપઘાત કરી લીધો છે. તે પહેલા તેમણે સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં લખ્યું હતુ કે, શેરબજારમાં દેવું વધી જતા આ પગલું ભર્યું છે.
શહેરનાં વરાછા લંબેહનુમાન રોડ કુબેર નગર રેશમભવન એપાર્ટમેન્ટ ખાતે રહેતા ૪૯ વર્ષનાં મનીષભાઈ મોહનભાઈ ધોકીયા પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. તેઓ પિપલોદે વિસ્તારમાં આવેલા એક જાણીતા ઇલેક્ટ્રિક શોરૂમમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા.SS1MS