Western Times News

Gujarati News

પ્રેમિકા સાથે લગ્ન કરવા યુવકે કૂવામાં ઝંપલાવ્યું

છાપરા, પટનાના છપરામાં તેની ગર્લફ્રેન્ડ મેળવવા માટે તેના બોયફ્રેન્ડે જબરદસ્ત ડ્રામા કર્યો હતો. જ્યારે તે મોડી રાત્રે યુવતીને મળવા પહોંચ્યો તો ગામના લોકોએ તેને માર માર્યો હતો. આવું થતા જ, યુવકે કૂવામાં ઝંપલાવ્યું હતું. યુવકના આ પગલાથી ત્યાં ખળભળાટ મચી ગયો હતો. યુવકને બચાવવા માટે ગ્રામજનોએ ખૂબ જહેમત ઉઠાવવી પડી હતી, પરંતુ યુવક પોતાની જીદ છોડવા તૈયાર નહોતો.

આ દરમિયાન, તેણે લગ્નની શરત મૂકી અને બાદમાં તેની શરત સ્વીકારવાની ખાતરી આપતાં તેને બહાર કાઢીને તેની પ્રેમિકા સાથે લગ્ન કરાવી દીધા હતા. આ મામલો ગરખા પોલીસ સ્ટેશન વિસ્તારના મોતીરાજપુર ગામનો છે, જ્યાં એક યુવક મોડી રાત્રે તેની પ્રેમિકાને મળવા ગામમાં પહોંચ્યો હતો. તે પહોંચતા જ ગામલોકોએ તેને પકડી લીધો અને ત્યારબાદ લોકોએ યુવક સાથે મારપીટ શરૂ કરી દીધી હતી.

આ ક્રમમાં યુવકે યુવતી સાથે લગ્ન કરવાની વાત કરી અને લોકોએ વિરોધ કર્યો તો તે કૂવામાં કૂદી પડ્યો. કોઈ રીતે લોકોએ તેને કૂવામાંથી બહાર કાઢ્યો અને છોકરી સાથે તેના લગ્ન કરાવ્યા, જાેકે છોકરાના સંબંધીઓએ લગ્નમાં ભાગ લીધો ન હતો.

પ્રેમી યુવકનું નામ મુન્ના રાજ છે, જે નગર પોલીસ સ્ટેશન વિસ્તારના બિચલા તેલપાનો રહેવાસી છે. તે જ સમયે, યુવતીનું નામ સોની કુમારી હોવાનું જણાવવામાં આવ્યું છે, જે મોતીરાજપુરની રહેવાસી હોવાનું કહેવાય છે. બંને વચ્ચે ૪ વર્ષથી પ્રેમસંબંધ ચાલતો હતો, પરંતુ છોકરાના પરિવારજનો લગ્ન માટે તૈયાર નહોતા. આ અંગે છોકરો પોતે યુવતીને મળવા ગયો હતો. છોકરો ત્યાં પહોંચતા જ હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.