મોગલકાળના સિક્કા સસ્તામાં લેવા જતાં યુવકે 9 લાખ ગુમાવ્યા

મોગલોના સમયના સિકકા સસ્તામાં આપવાના બહાને ગઠિયો રૂા.૯ લાખ પડાવી ગયો
સુરત, અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે આવેલ કિષ્ણા કોમ્પ્લેક્ષમાં મીરાકલ લેડીઝ કોર્નર નામની દુેકાન ધરાવતા નરપતસિંહ પ્રેમસીહ રાજપુરોહીત સાથે મુલઘકાળના સોનાના સિકકા સસ્તામાં આપવાના બહાને રૂા.નવ લાખની ઠગાઈ થઈ હતી.
વેપારી નરપતસિંહ ગત તા.૧૬મી ઓગષ્ટના રોજ દુકાને હતા ત્યારે એક શખ્સ વાળનો કલર ખરીીદ કરવા માટે આવ્યો હતો. ત્યારબાદ ફરી પાછા સેવીગ ફોમ ખરીદ કરવા આવ્યો હતો. આ દરમ્યાન દુકાનના માલીક નરપતસિંહ પ્રેમસિંહ રાજપુરોહીતીની સાથે વાતચીત કરી પોતાનું નામ શંકર પ્રજાપતિ અને મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જણાવ્યું હતું.
અમો અહી મેટ્રો પ્રોજેકટમાં કામ કરીએ છીએ તેમજ તેની સાથે માતા અને મામા આવ્યા હોવાની મીઠી મીઠી વાતો કરીને જણાવ્યું કે અમો સુરતમાં નવા છીએ અને અમારે સાથે આવેલ માતાની સારવાર કરાવવાની છે. માટે મારે પૈસાની જરૂર છે. અમારી પાસે મુઘલ સમયના સોનાના ૪ર૬ સિકકા છે.
જે વેચવાના છે એવું કહી પોતાની પાસેનો એક સેમ્પલનો સિકકો આપી બાદ તેનો મોબાઈલ ફોન નંબર પણ આપ્યો હતો અને કહયું હતું કે સિકકો સોની પાસે ચેક કરાવી લેજાે અને જે દુકાનમાલીક નરપતસિંહે ચેક કરાવ્યો હતો. જેની કિંમત રૂા.૭થી૮ હજાર હોવાનું કહયું હતું.
મારી પાસેના ૪ર૬ સિકકાની કિંમત રૂા.૩૦ લાખની સુધી થાય છે. જેથી નરપતસિંહે સિકકા ખરીદવાની ના કહી હતી પરંતુ તેમની પુત્રીના લગ્ન માટે સોનું ખરીદવાનું છે. જેથી તેને લાલચ આવી અને આ રૂા.૧૦ લાખમાં સિકકા ખરીદવાનું નકકી કરી રૂા.૯ લાખ શંકરને ચુકવી દીધા હતા.