યુવાને ઓનલાઈન iPhone મંગાવ્યો અને પાર્સલમાંથી નિકળ્યો સાબુ
ઓઈલની શોપ ધરાવતા આસિફભાઈ નામના યુવાન સાથે થયું ચીટિંગ
(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસરમાં ઈગલ ઓટો પાટ્ર્સ નામની દુકાન ધરાવતા મોહમ્મદ આસિફ ઈસ્માઈલ પટેલ નામના યુવાને એમેઝોન ઉપરથી એક આઈફોન ૨૦ તારીખના રોજ બુક કરાવ્યો હતો.
જે આઈફોનની ડીલેવરી એમેઝોન કંપની દ્વારા ગ્રાહકને કરવામાં આવી હતી.પરંતુ જ્યારે ગ્રાહક તે પાર્સલનું ડીલેવરી લઈ પાર્સલ તોડતા તેની અંદરથી જેલીના ખોખાની અંદર સાબુનું પાર્સલ નીકળતા ગ્રાહક સાથે ચીટિંગ થયાનું સામે આવતા ગ્રાહકે એમોઝોન મા પોતાની સાથે ચીટિંગ થયું હોવાની રજૂઆત કરી હતી.
પરંતુ હજુ સુધી એમેઝોન તરફથી ગ્રાહકને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી.હાલ જંબુસરના ગ્રાહકે એમેઝોન ઉપરથી ખરીદી કરતા ગ્રાહકોને ચેતી જવાની અપીલ કરી હતી.એમેઝોન તરફથી મોકલાવામાં આવતું પાર્સલ તોડી તેમા તૂટેલી જગ્યા ઉપર નવુ સ્ટીકર મારેલું પણ જોવા મળ્યું હતું.