યુવક બે નંબરમાં અમેરિકા પહોંચીને ટેન્શનમાં આવી ગયો
એજન્ટ પાછળથી ફરી ગયો!
૭૫ લાખમાં વાયા વિયેતનામ અને જાપાન થઈને અમેરિકા પહોંચાડનારા એજન્ટે નોકરી અપાવી દઈ પગારમાંથી અડધી રકમ લેવાનો વાયદો કર્યો હતો
અમદાવાદ,ઈલીગલી અમેરિકા જતાં મોટાભાગના ગુજરાતીઓ વાયા તુર્કી થઈને સીધા મેક્સિકો કે પછી તેની આજુબાજુના દેશમાં પહોંચતા હોય છે. આ સિવાય એજન્ટો ઘણા લોકોને કેનેડા બોર્ડર પરથી પણ અમેરિકામાં ઘૂસાડતા હોય છે. આ સિવાય ત્રીજો એક રૂટ વાયા વિયેતનામ થઈને પણ અમેરિકા જવાનો છે, જેના દ્વારા અમદાવાદનો મયૂર નામનો યુવક હાલમાં જ અમેરિકા પહોંચ્યો છે જેણે પોતાના આ ૨૩ દિવસની મુસાફરીનો અનુભવ શેર કર્યો છે.
૨૩ વર્ષના મયૂરે અમદાવાદના જ એક એજન્ટને અમેરિકા જવાનું કામ સોંપ્યું હતું, આમ તો એજન્ટો પોતાનું પેસેન્જર અમેરિકા પહોંચી જાય ત્યારપછી જ તેની પાસેથી પૈસા લેતા હોય છે, પરંતુ અમદાવાદના એક પોશ એરિયામાં ઓફિસ ચલાવતા આ એજન્ટે મયૂર પાસેથી પહેલા દસ લાખ રૂપિયા એડવાન્સમાં લીધા હતા.
એજન્ટ સાથે મયૂરની ડીલ ૭૫ લાખ રૂપિયામાં થઈ હતી, જેમાંથી અડધી રકમ તેને અમેરિકામાં જોબ શરૂ કરીને હપ્તે-હપ્તે ચૂકવવાની હતી અને આ નોકરી પણ તેને એજન્ટ જ શોધી આપવાનો હતો. ફેબ્રુઆરી ૨૦૨૩માં એજન્ટને દસ લાખ રૂપિયા એડવાન્સ આપ્યા બાદ મયૂરને અમેરિકા મોકલવા માટે એજન્ટે એકવાર તેને દિલ્હી અને એકવાર મુંબઈ મોકલ્યો હતો, આ બંને જગ્યાએ મયૂર એક-એક મહિના સુધી રોકાયો હતો પરંતુ તેનો અમેરિકા જવાનો મેળ નહોતો પડ્યો.
આખરે એજન્ટ સાથે ઘણી રકઝક થયા બાદ મયૂરને નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં અમદાવાદથી મુંબઈ અને ત્યાંથી બે દિવસ બાદ વિયેતનામ મોકલવામાં આવ્યો હતો. વિયેતનામના એરપોર્ટ પર મયૂરને પોતાના જેવા જ અમેરિકા જવા નીકળેલા કેટલાક ગુજરાતીઓ અને પંજાબીઓ મળ્યા હતા, પરંતુ તેમના એજન્ટ અલગ-અલગ હતા, ત્યાં મયૂરને એક હોટેલમાં રોકાવાની સગવડ અપાઈ હતી, પરંતુ વિયેતનામ આવ્યા બાદ મયૂરને આગળ ક્યાં અને ક્યારે જવાનું છે તેની કશીય માહિતી નહોતી. વિયેતનામમાં જમવાની તકલીફ પડતી હતી,
પરંતુ એજન્ટનો માણસ મયૂરને હોટેલમાં રોજ વેજિટેરિયન ફુડ આપી જતો હતો. વિયેતનમમાં એક અઠવાડિયું થયા બાદ એક દિવસ એજન્ટે અચાનક જ મયૂરને ફોન કરીને તૈયાર રહેવા કહ્યું હતું, પરંતુ તેને આગળ ક્યાં જવાનું છે તેની કોઈ માહિતી નહોતી અપાઈ. એજન્ટ વિયેતનામના હેનોઈથી મયૂરને અલગ-અલગ ફ્લાઈટ્સ દ્વારા છેક અલ સાલ્વાડોર પહોંચાડવાનો હતો. તે હેનોઈની હોટેલમાંથી નીકળ્યો તે જ વખતે તેને ટિકિટ અને બો‹ડગ પાસ આપવામા આવ્યા હતા,
અને એરપોર્ટ પર ફરી તેને ગુજરાતીઓ અને પંજાબીઓ મળ્યા હતા, જેમાંના ઘણા તેની સાથે જ છેક મેÂક્સકો સુધી આવવાના હતા. વિયેતનામથી મયૂરને પહેલા જાપાન લઈ જવાયો હતો, અને ત્યાંથી તેને બીજી ફ્લાઈટમાં બેસાડીને છેક મેÂક્સકો સિટી પહોંચાડવામાં આવ્યો હતો.. આમ તો મયૂરને મેક્સિકોથી જ બોર્ડર ક્રોસ કરવાની હતી, પરંતુ મેક્સિકોના વિઝા તેની પાસે હતા નહીં, એટલે તેને મેક્સિકો સિટીથી બીજી એક ફ્લાઈટમાં અલ સાલ્વાડોર મોકલાયો હતો, જ્યાં ઈન્ડિયન્સને વિઝા ઓન અરાઈવલ મળે છે.
ઈન્ડિયાથી નીકળ્યાના દસેક દિવસમાં અલ સાલ્વાડોર પહોંચેલા મયૂરને રસ્તામાં કોઈ તકલીફ નહોતી પડીપ તેણે પોતાનો સમગ્ર પ્રવાસ ફ્લાઈટમાં કર્યો હતો અને વિયેતનમામમાં એજન્ટે તેને એક મોંઘી હોટેલમાં રોકાવાની પણ વ્યવસ્થા કરી આપી હતી.. જોકે, મયૂરના અમેરિકા પહોંચવાના પ્રવાસની ખરી શરૂઆત અલ સાલ્વાડોરથી થવાની હતી. અલ સાલ્વાડોરમાં મયૂર બે દિવસ એક હોટેલમાં રોકાયો હતો, જ્યાં મોટાભાગના ગુજરાતીઓ જ હતા અને બધાને અમેરિકા જવાનું હતું. બે દિવસ પછી મયૂરને ત્યાંનો એક લોકલ માણસ કારમાં લેવા માટે આવ્યો હતો..
મયૂર જ્યાં પણ પહોંચતો હતો ત્યાંથી તેને કોણ લેવા આવશે તેની ઈન્ફોર્મેશન અને ફોન નંબર તેને મેસેજ દ્વારા મોકલી દેવામાં આવતા હતા. જોકે, પોતાને લેવા આવેલો વ્યક્તિ ક્યાં લઈ જવાનો છે તેની કોઈ ઈન્ફોર્મેશન ક્યારેય મયૂરને પહેલાથી નહોતી અપાતી. મયૂર અમદાવાદથી નીકળ્યો ત્યારે તેણે છ જોડી કપડાં લીધા હતા, પણ એસ સાલ્વાડોરની હોટેલમાંથી નીકળતી વખતે તેને પોતાની બેગ ત્યાં જ છોડી દેવાની હતી, અને બેકપેકમાં માત્ર બે જોડી કપડાં લેવાના હાતા. મયૂરને હોટેલ પર જે વ્યક્તિ કારમાં લેવા આવ્યો હતો તેણે થોડે દૂર લઈ જઈને તેને બીજા એક વ્યક્તિને સોંપી દીધો હતો
, અને પછી તેને એક ટ્રકમાં બેસાડીને બોર્ડર ક્રોસ કરાવી અલ સાલ્વાડોરથી ગ્વાટેમાલા પહોંચાડવામાં આવ્યો હતો. જોકે, આ સફર જરાય આસાન નહોતી.. કાર હોય કે બસ, બધામાં લોકોને ઠૂંસી-ઠૂંસીને ભરવામાં આવતા હતા.. કોઈને વોશરૂમ જવું હોય તો પણ ટ્રક ક્યાંય ઉભો રાખવામાં નહોતો આવતો, અને કોઈને પણ પોતાનો ફોન કાઢવાની પરવાનગી નહોતી. આટલું ઓછું હોય તેમ ત્યાંનો માહોલ જ એવો હતો કે બધાને હંમેશા પકડાઈ જવાનો ડર રહેતો હતો.ss1