Western Times News

Gujarati News

મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરને યુવકે હિંમત બતાવી ઝડપી લીધો

ભિલોડા, ભિલોડા તાલુકાના ધંબોલીયા ગામમાં આવેલ વિવિધ મંદિરોમાં તસ્કર ટોળકી ત્રાટકતા ગામના યુવકે મંદિરમાં ચોરી કરનાર ગેંગના ચોરને પડકારી ઝડપી પાડતા અન્ય ચોરે તિક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો કરી છોડાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો પરંતુ ભારે બુમાબુમ થતા અન્ય ગામ લોકો આવતા એક ચોર ફરાર થઈ ગયો હતો.

ધંબોલીયા ગામના યુવક ઝડપેલ ચોરને શામળાજી પોલીસને સોંપી દેતા શામળાજી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ધંબોલીયા ગામમાં શ્રી ગોગાજી મહારાજ મંદિરમાં મધ્ય રાત્રે હથિયારધારી તસ્કર ટોળકી ત્રાટકતા સી.સી.ટીવી કેમેરામાં બે તસ્કરો કેદ થઈ ગયા હતા. તસ્કરો જયારે શ્રી ગોગાજી મહારાજ મંદિરનો દરવાજાે મધ્ય રાત્રે તોડી રહ્યા હતા તે દરમિયાન ધંબોલીયા ગામનો યુવાન રાત્રી દરમિયાન ભર ઉંઘમાંથી જાગી જતા

બાહોશ યુવાને ચોરને પકડવાનો પ્રયાસ કરતા ચોર ઈસમે હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસો કર્યો પરંતુ આસપાસના લોકો રાત્રી દરમિયાન ભેગા થઈ જતા ચોરને ગણતરીની મિનિટોમાં ઝડપી શામળાજી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે અંબાજી વિસ્તારના ઝાલાભાઈ બગજીભાઈ નટને લોકઅપના હવાલે કર્યો હતો.

એક ચોર ઈસમ પલાયન થઈ જતા ભમરીયાભાઈ ટોપાભાઈ નટને વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હથિયારધારી તસ્કર ટોળકીના સાગરીતો પલાયન થઈ જવામાં સફળ રહ્યા હતા.

ધંબોલીયા ગામના વિજયસિંહ રાઠોડ, શ્રી ગોગાજી મહારાજ મંદિરના સેવકે જણાવ્યું કે, ધંબોલીયા ગામમાં શ્રી ગોગાજી મહારાજ મંદિર, શ્રી નાગણેશ્વરી માતાજી મંદિર સહિત શ્રી આશાપુરા માતાજી મંદિર સહિત વિવિધ મંદિરોમાં અજાણ્યા તસ્કરોએ વારંવાર ચોરીઓને અંજામ આપ્યો હતો

ગ્રામજનોએ ચોર ઈસમોને ઝડપી પોલીસના હવાલે કર્યા હતા પરંતુ પોલીસ દ્વારા આજદિન સુધીમાં કોઈ જ હકારાત્મક ન્યાયિક કાર્યવાહી હાથ ન ધરાતા ધંબોલીયા ગામના જાગૃત ગ્રામજનોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.