Western Times News

Gujarati News

યુવાને ઉશ્કેરાઈને વૃદ્ધની છરીના ઘા ઝીંકી કરી નાખી હત્યા

રામોલ પોલીસે હત્યા કરીને ફરાર આરોપી મોઇનખાનને પકડવા જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે

અમદાવાદ,  અમદાવાદ શહેરમાં એક વૃદ્ધને ખોટું કામ નહિ કરવાની સલાહ આપવી ભારે પડી હતી. જેમાં યુવાને વૃદ્ધને ઉશ્કેરાઈને છરીના ઘા ઝીંકી દીધા હતા અને હત્યા કરી હતી. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ રામોલ વિસ્તારમાં એક યુવાને વૃદ્ધની સલાહથી ઉશ્કેરાઈને હત્યા કરી દીધી. The young man stabbed the old man to death

રામોલ વિસ્તારમાં બે દિવસ પહેલા કથિત માસના ટુકડા ફેંકવા બાબતે પોલીસે ટેમ્પા ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ ટેમ્પો ચાલક મોઇનખાન પઠાણ નામનો યુવક હતો. જેનાં ટેમ્પામાંથી માસના ટુકડા નીચે પડતા ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ પણ સામે આવ્યા હતા.

આ મામલે યુવકના એક પરિચિત વૃદ્ધ મુઝફફરખાન પઠાણએ મોઇનખાનને સલાહ આપી કે જેલમાં જવું પડે તેવું ખોટુ કામ નહીં કરવાનું. વૃદ્ધની સલાહથી ઉશ્કેરાયેલા મોઇનખાને છરીના ઘા ઝીકીને વૃદ્ધની હત્યા કરી નાખી હતી.

જેમાં કથિત માસના ટુકડા કેસમાં આરોપી મોઇનખાન પઠાણની ધરપકડ બાદ જામીન પર છુટકારો થયો હતો અને તે રામોલ વિસ્તારમાં ફરી રહ્યો હતો ત્યારે વૃદ્ધ મુઝફ્ફરખાને તેને બોલાવીને જેલમાં જવા જેવું કામ નહીં કરવાની સલાહ આપી હતી.

આ સલાહ અને કથિત માસના ટુકડાના કેસના વિવાદો વચ્ચે આરોપીએ વૃદ્ધનું હત્યા કરવા છરીથી શરીરના ભાગે ઘા ઝીકીને હત્યા કરી ફરાર થઇ ગયો. રામોલ પોલીસે મોઇનખાન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખોટું કામ નહિ કરવાની સલાહ આપવી નિર્દોષ વૃદ્ધને મોતની સજા મળી. રામોલ પોલીસે હત્યા કરીને ફરાર આરોપી મોઇનખાનને પકડવા જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. આ હત્યા સલાહ આપવાથી થઈ છે કે અન્ય કોઈ અદાવત છે તે મુદ્દે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.