Ahmedabad:યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતા હોસ્પિટલ ખસેડાયો

અમદાવાદ, શહેરમાં રહેતા એક યુવકની સાથે તેની પત્નીએ યોગ્ય વર્તણુક ન કરતા અને સારી રીતે બોલચાલ ન કરતા તેને પિયરમાં મોકલવા માટે સાળાને ફોન કર્યો હતો. જેથી યુવકનો સાળો તેની બહેનને લેવા આવ્યો ત્યારે તેની સાથે બે મિત્રોને પણ લઇને આવ્યો હતો.
યુવકનો સાળો તેની બહેનને લઇને જતો હતો ત્યારે તેણે બનેવીના ભાઇ સાથે બબાલ કરી મારામારી કરી હતી. યુવકના સાળાએ મોટાભાઇ સાથે આ વર્તણુક કરતા તેને મનમાં લાગી આવ્યું હતું. જેથી તે તાત્કાલિક ઘરે દોડી આવ્યો અને રૂમ બંધ કરી સાડી વડે આપઘાતનો પ્રયાસ કરતો હતો. જાેકે, લોકો તાત્કાલિક ત્યાં આવી ગયા અને બળપ્રયોગ કરી દરવાજાે ખોલી યુવકને બચાવી લીધો હતો.
યુવકને સારવાર અર્થે ખસેડાતા પોલીસને જાણ કરતા પોલીસે યુવકના સાળા અને તેના બે મિત્રો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. નરોડામાં રહેતા ૨૮ વર્ષીય યુવક પત્ની તથા પુત્ર તથા મોટાભાઈ ભાભી અને માતા સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. તે પોતાની દુકાન ધરાવી ગાડીઓ રીપેરીંગનું કામકાજ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે.
ચારેક દિવસ પહેલાં યુવક તેની પત્નીને તેડી લાવ્યા બાદ તે સારી રીતે બોલતી નહિ કે યોગ્ય વર્તન પણ કરતી નહોતી. જેથી યુવકે કંટાળીને પત્નીના કાકાના દીકરાને ફોન કરી પત્નીને તેડી જવા જણાવ્યુ હતું. સોમવારે બપોરે યુવક દુકાનેથી ઘરે જમવા સારું આવ્યો હતો, તે વખતે તેની સાસરીમાંથી તેનો સાળો તેના બીજા બે મિત્રો સાથે તેના ઘરે પત્નીને તેડવા સારું આવ્યો હતો.
જેથી યુવકની પત્ની તેઓની સાથે જવા માટે નીકળે તે વખતે યુવકના મોટાભાઈએ ઘરની વહુને તારે અહીંયા રહેવાનું નથી તેમ કહેતા તેણે મારા ભાઈ સાથે મારા પિય૨માં જાઉ છું તેમ કહી ઘરેથી નીકળી ગઇ હતી.
સોસાયટીના કોમન પ્લોટ પાસે તે પહોંચી તે વખતે યુવકના ભાઈ સમજાવવા સારુ જતા યુવકનો સાળો અને તેની સાથે આવેલા બીજા બે મિત્રોએ ગાળાગાળી કરી હતી. ગાળો બોલવાની ના પાડતા ત્રણેય લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને યુવકના ભાઈએ માર મારવા લાગ્યા હતા.
તે વખતે આજુબાજુના માણસો આવી જતા યુવકના ભાઈને વધુ મારમાંથી છોડાવ્યો હતો. જાેકે, આ બાબતનું યુવકને લાગી આવતા તેણે તેના ઘરનો દરવાજાે બંધ કરી દઇ ઘરમાં રહેલી સાડી વડે ગળેફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો. તે વખતે યુવકનો ભાઈ અને સોસાયટીના બીજા માણસો આવી જતા તે લોકોએ બળપૂર્વક દરવાજાે ખોલી યુવકને નીચે ઉતારી દીધો હતો.
બાદમાં પ્રાઇવેટ વાહનમાં યુવકને સારવાર માટે લઈ જવાયો હતો. સમગ્ર બાબતને લઇને યુવકે તેના સાળા અને તેના બે મિત્રો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SS1MS