Western Times News

Gujarati News

ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવતા યુવકને પોલીસે ઝડપી લીધો

અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ખરીદ, વેચાણ અને ઉપયોગ પર આ વખતે પોલીસે વેળાસર સખ્તાઇથી કામ લેવાની શરૂઆત કરી છે. એટલું જ નહીં પહેલી વખત શહેર પોલીસે ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવતા યુવકને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે.

આમ, પોલીસ હવે ખરીદ વેચાણ જ નહીં ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે પણ સખ્તાઇથી કાર્યવાહી કરશે એવો આ સાથે સંદેશ આપ્યો છે.

પોલીસે ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર યુવકને પણ ઝડપી લીધો છે.ઇસનપુર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન જાણકારી મળી હતી કે મુન્શીનગર મિલ્લતનગરમાં એક યુવક જાહેરમાં ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવી રહ્યો છે તેના આધારે ત્યાં જઇને તપાસ કરતાં ૨૨ વર્ષીય ફૈસલખાન નામનો યુવક પતંગ ચગાવતો જણાયો હતો.

આથી પોલીસે તેને ઝડપી લઇ ફિરકી કબજે કરી હતી. તેની પૂછપરછમાં ચાઇનીઝ દોરીના રીલ આપનારની વિગતો મેળવી પોલીસે તુરત જ મિલ્લતનગરના પગથીયા પહોંચી અખ્તરહુસેન ખોખરને ઝડપી લીધો હતો. તેની પાસેથી ચાઇનીઝદોરાનો જથ્થો મળી આવતાં તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.