BJP પ્રેરિત બંગાળ બંધનું એલાન: કોલકાતામાં ઉગ્ર દેખાવો
મહિલા તબીબ પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં કોલકાતામાં ઉગ્ર દેખાવો
(એજન્સી)કોલકાતા, કોલકાતાની હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં ‘નબન્ના અભિયાન’ વિરોધ હિંસક બન્યો હતો. વહીવટીતંત્ર પહેલાથી જ આંદોલનમાં હિંસાનો અંદાજ લગાવી રહ્યું હતું, તેથી ૬૦૦૦થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસે આ પાછળ રાજકીય ષડયંત્ર હોવાના આક્ષેપો પણ કર્યા હતા.
મળતી માહિતી મુજબ, વિદ્યાર્થીઓએ નબન્ના વિરોધ દરમિયાન બેરિકેડ તોડી નાખ્યા હતા. પ્રદર્શનકારીઓએ પથ્થરમારો પણ કર્યો, જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. ઘણા પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરવામાં આવી છે.
The youth of Bengal have risen, and Mamata Banerjee’s grip is slipping fast!
After BJP MLA Dr. Shankar Ghosh from Siliguri called on students to stand up for their rights in the face of state violence during Nabanno Abhiyaan, they defied Mamata’s oppressive orders and walked… pic.twitter.com/MeEe5sEvUm
— BJP West Bengal (@BJP4Bengal) August 28, 2024
આ પ્રદર્શન પશ્ચિમ બંગા વિદ્યાર્થી સમાજ દ્વારા બોલાવવામાં આવ્યું હતું. સાવચેતીના પગલા તરીકે હાવડા બ્રિજને પહેલાથી જ સીલ કરી દેવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીના નિવાસસ્થાન સહિત અનેક નેતાઓની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
પ્રદર્શનને રોકવા માટે ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીના વિદ્યાર્થી પ્રબીર દાસ અને કલ્યાણી યુનિવર્સિટીના શુભંકરના નેતૃત્વમાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનકારીઓ મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
મમતા બેનર્જી તેમના કાર્યાલયમાં હાજર હતા જ્યારે વિરોધીઓએ બેરિકેડ તોડી નાખ્યા અને પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો. હાવડા પોલીસે કહ્યું કે પહેલાથી જ અથડામણની શક્યતા હતી તેથી તોફાન વિરોધી વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા. બપોરે ૧ વાગ્યાની આસપાસ હાવડા બ્રિજ પર સૌથી પહેલા વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પછી જ્યારે સંતરાગાછી પાસે પ્રદર્શનકારીઓ નિયંત્રણ બહાર જવા લાગ્યા તો ટીયર ગેસના શેલ છોડવા પડ્યા. પોલીસનું કહેવું છે કે પશ્ચિમ બંગા વિદ્યાર્થી સમાજ એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલો છે.
મમતા સરકારે આ માર્ચને ગેરકાયદે ગણાવી હતી અને કહ્યું હતું કે ભાજપ સરકાર વિરુદ્ધ ષડયંત્ર કરી રહી છે. નબન્ના પ્રચાર કૂચ દરમિયાન દેખાવકારોની પોલીસ સાથે અથડામણ થઈ હતી. પોલીસે પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે ૧૯ જગ્યાએ બેરિકેડ લગાવ્યા હતા. વિરોધીઓએ સચિવાલયની સામેના બેરિકેડ તોડી નાખ્યા હતા. આ પછી પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો અને લાઠીચાર્જ પણ કર્યો.
મમતા બેનર્જીની સરકારે આ પ્રદર્શનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મમતા સરકાર વિરુદ્ધ વિપક્ષના નેતા શુભેંદુ અધિકારી હાઈકોર્ટ પહોંચ્યા હતા. પ્રદર્શનકારીઓ સચિવાલય સુધી ન પહોંચી શકે તે માટે પોલીસે સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. જો કે, કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં પહોંચવામાં સફળ થયા હતા અને પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા.
૯ ઓગસ્ટના રોજ આરજી કાર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં એક મહિલા ડોક્ટરનો મૃતદેહ મળ્યો હતો. પોસ્ટ મોર્ટમમાં ખુલાસો થયો કે બળાત્કાર બાદ ડોક્ટરની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દેશભરના તબીબોમાં રોષ છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન પણ ઘણી વખત હડતાળ પર જઈ ચુક્યું છે.